Site icon Time News

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

અમેરિકી સરકારે ભારતના  IT પ્રોફેશનલ્સને મોટો ફટકો આપ્યો છે. અમેરિકન શ્રમ વિભાગે ઇન્ફોસિસ, TCS, વિપ્રો અને HCL જેવી IT કંપનીઓ માટે પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ (PERM) ને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધો છે. આ કંપનીઓ પર આરોપ છે કે તેમણે વિદેશી કર્મચારીઓ માટે કાયમી નોકરીઓ અને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં PERM સિસ્ટમનો દુરુપયોગ કર્યો છે.

આ કાર્યવાહીથી અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય IT કર્મચારીઓને રોજગાર આપતી કંપનીઓ પર દબાણ વધશે. આ ખાસ કરીને હાલમાં કામચલાઉ વર્ક વિઝા પર અને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં રહેલા કર્મચારીઓને અસર કરી શકે છે.

તપાસ ચાલી રહી છે

આ કાર્યવાહીનો ઉલ્લેખ કરતા અમેરિકી શ્રમ મંત્રી  કીથ સોન્ડરલિંગે કોગ્નિઝન્ટ, ઇન્ફોસિસ, ટાટા, વિપ્રો, HCL અને કેપજેમિની સામે કાર્યવાહીની જાહેરાત કરી. આ સિવાય માઇક્રોસોફ્ટ અને એડોબને પણ PERM પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિભાગે જણાવ્યું હતું કે આ કંપનીઓ સામે અનેક ફેડરલ તપાસ ચાલી રહી છે. તેમણે માઇક્રોસોફ્ટ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા જેમાં જણાવ્યું હતું કે કંપનીએ આ સિસ્ટમનો સૌથી વધુ દુરુપયોગ કર્યો છે.

ઉપરાષ્ટ્રપતિએ પણ લગાવ્યા આરોપ

આ કાર્યવાહી બાદ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે  આરોપ લગાવ્યો હતો કે માઇક્રોસોફ્ટે 2025 માં આશરે 6,000 અમેરિકન કર્મચારીઓને છૂટા કર્યા હતા, પરંતુ તે જ સમયે કંપનીએ દાવો કર્યો હતો કે તે લાયક અમેરિકન કામદારો શોધી શકી નથી અને 6,000 થી વધુ H-1B વિઝા માટે મંજૂરી મેળવી છે. કંપનીએ 3,682 PERM અરજીઓ પણ ફાઇલ કરી હતી. તેમના મતે આમાંથી આશરે 1,000 અરજીઓ તે જ હોદ્દા માટે હતી જેમાંથી અમેરિકન કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા.

શું H-1B વિઝા રદ કરવામાં આવ્યા છે?  

આનો અર્થ એ નથી કે આ કંપનીઓના H-1B વિઝા રદ કરવામાં આવ્યા છે. કંપનીઓ હજુ પણ H-1B કર્મચારીઓને નોકરી પર રાખી શકે છે. જો કે, સસ્પેન્શન દરમિયાન, તેઓ નવી PERM અરજીઓ સબમિટ કરી શકશે નહીં અને હાલની અરજીઓ પણ બંધ કરવામાં આવશે. આ કંપનીઓના કાનૂની અને વહીવટી ખર્ચમાં વધારો કરી શકે છે.

PERM શું છે? 

જણાવી દઈએ કે PERM એટલે  પરમેન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગામ એક રીતે યુએસ શ્રમ વિભાગ દ્વારા મંજૂર કરાયેલ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ અમેરિકન કંપનીઓને વિદેશી કામદારોને કાયમી નોકરીઓ ઓફર કરવાની અને તેમના માટે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપે છે. 

Exit mobile version