ગુજરાત ATSનું મોટું ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદની ધરપકડ

ગુજરાત ATSએ આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા 8 શખ્સોની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસ મુજબ, ધરપકડ કરાયેલા શખ્સો ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુજરાત ATSએ અલગ-અલગ ટીમો બનાવી બંને રાજ્યોમાં એકસાથે દરોડા પાડ્યા હતા, જેમાં તમામ 8 શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.