શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ અને તેના પરિણામે મધ્ય પૂર્વમાં ગંભીર ચિંતાનો માહોલ છે. આ જ કારણ છે કે ભારતીય શેરબજાર પણ આજે ઘટાડા સાથે ખુલ્યું. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 606.04 પોઈન્ટ ઘટીને 76,963.35 પર ખુલ્યો. તેવી જ રીતે નિફ્ટી પણ 167 પોઈન્ટ ઘટીને 24,039 પર ખુલ્યો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન ટ્રેન્ટ લિમિટેડના શેરમાં 12 ટકાથી વધુનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. નબળા પ્રથમ ત્રિમાસિક પરિણામોને કારણે રોકાણકારોએ તેના શેરનું વેચાણ વધાર્યું છે.
એશિયન બજારો
આજે એશિયન બજારોમાં તીવ્ર ઘટાડો અને વેચાણ દબાણ જોવા મળ્યું. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. જાપાનનો બેન્ચમાર્ક નિક્કી 225 0.70 % ઘટ્યો, જ્યારે ટોપિક્સ 0.02 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 1.80 ટકા વધ્યો. સ્મોલ-કેપ કોસ્ડેક 0.79% વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ તેના અગાઉના બંધ 24,175.12 થી વધીને 24,238 પર પહોંચ્યો.
ક્રૂડ ઓઇલમાં ઉછાળો
આજે આંતરરાષ્ટ્રીય કોમોડિટી બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 4.4% થી વધુ વધ્યા. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 4.41% વધીને $79.36 પ્રતિ બેરલ થયું અને ઝડપથી $80 ની નજીક પહોંચી ગયું. તેવી જ રીતે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ઓઇલ પણ 4.43% વધીને $74.57 પ્રતિ બેરલ થયું. આજે સ્થાનિક ફ્યુચર્સ માર્કેટમાં પણ ક્રૂડ ઓઇલના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે, જે શરૂઆતના સત્રમાં જ લગભગ રૂ. 177 ના વધારા સાથે રૂ. 6991 પ્રતિ બેરલના ઉચ્ચ સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
શેરબજારમાં આ મોટા ઘટાડા વચ્ચે ઘણી મોટી કંપનીઓના શેરમાં શરૂઆતથી ઘટાડો જોવા મળ્યો હતો. BSE ની લાર્જકેપ શ્રેણીમાં સામેલ ઇન્ડિગો શેર (2.50%), ટાટા સ્ટીલ શેર (2.35%), મારુતિ શેર (2%) અને HDFC બેંક શેર (1.60%) ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. આ ઉપરાંત, મિડકેપમાં, મુથૂટ ફાઇનાન્સ શેર (2.50%), Ashok Leyland Share (2%), Coforge Share ( (1.95%) અને HP શેર (1.70%) ઘટ્યા હતા.