રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટા વહીવટી ફેરફાર કરવામાં આવ્યાં છે.  37 IPS અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. આ ફેરબદલમાં    રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ IG અને ગગનદીપ ગંભીરને SMCનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ IG બનાવાયા છે.  સમશેરસિંગ સિવિલ ડિફેન્સના ડીજીની જવાબદારી સોંપવામાં આવી છે. SMCના DIGP તરીકે વિશાલ વાઘેલાની નિમણુક કરવામાં આવી છે.

સુરતના JCP તરીકે મહેન્દ્ર બગડિયાને જવાબદારી સોંપાઇ છે.  બનાસકાંઠા રેંજ આઈજી તરીકે પરિક્ષિતા રાઠોડ,  ACB જોઈન્ટ ડાયરેક્ટર તરીકે દીપક મેઘાણી, વડોદરાના JCP તરીકે નિલેશ જાજડિયાની નિમણુક કરવામાં  આવી છે.  આઈબીના વડા  અશોક યાદવ બન્યા છે. મયુર પાટીલને અમદાવાદ ઝોન-8 DCP તરીકેની સેવા સોંપાઇ છે.

તરુણ દુગ્ગલ અમદાવાદ શહેર એડીશનલ કમિશ્નરની જવાબદારી સંભાળશે. તદપરાંત આર.પી.બારોટને અમદાવાદ જેલના DIGP બનાવાયા છે. રાજેન્દ્ર અસારીની ભાવનગર રેન્જ ના આઈજી તરીકે  બદલી થઇ છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *