LRD-PSIની શારીરિક કસોટીની તારીખ જાહેર, ઉમેદવારો ભૂલ્યા વિના નોટ કરી લે

પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા LRD (લોકરક્ષક દળ) અને PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક કસોટીની તારીખ જાહેર કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, LRD અને PSI માટેની શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરીથી શરૂ થશે. શારીરિક પરીક્ષા રાજ્યના વિવિધ કેન્દ્રો પર યોજાશે. ઉમેદવારોને નિર્ધારિત તારીખ અને સ્થળ અંગેની વિગત કોલ લેટર દ્વારા આપવામાં આવશે. પોલીસ ભરતીને લઈને લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં આ જાહેરાત બાદ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પર નિયમિત અપડેટ્સ ચકાસતા રહે.
પોલીસ ભરતી (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી)માં તારીખ 3 ડિસેમ્બરથી તારીખ 23 ડિસેમ્બર, 2025 (11:59 PM) સુધી ઓનલાઇન અરજી કરી શકશે. આ અંગેની વિગતવારની જાહેરાત / સૂચનાઓ તા.03-12-2025ના રોજ https://ojas.gujarat.gov.in પર જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી https://ojas.gujarat.gov.in પર ઓનલાઈન કરવાની રહેશે.
ભરતીમાં જગ્યાની વિગતો
- બિન હથિયારી PSI – 659
- હથિયારી PSI – 129
- જેલર ગૃપ 2 (પુરષ) – 70
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 6942
- હથિયારી પોલીસ કોનસ્ટેબલ – 2458
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ( SRPF ) – 3002
- જેલ સિપાઈ ( પુરુષ ) – 300
- જેલ સિપાઈ ( મહિલા ) – 31
- કુલ જગ્યા 13591
આ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો તૈયાર થઈ જજો કેમ કે શારીરિક કરોટી માટે ઉમેદવારો પાસે 1 મહિના કરતા ફણ ઓછો સમય રહી ગયો છે.