LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

નવા વર્ષની પ્રથમ સવારે એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે. સિલિન્ડરના દરમાં આ ઘટાડો સમગ્ર દેશમાં થયો છે. એલપીજી ગેસ સિલિન્ડરના દરમાં આ રાહત માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ઉપલબ્ધ છે. ઘરેલુ ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આજથી એટલે કે 1 જાન્યુઆરીથી દિલ્હીમાં 19 કિલોનો LPG સિલિન્ડર 1804 રૂપિયામાં મળશે. ગયા મહિને તે 1818.50 રૂપિયા હતો. આ જ કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે કોલકાતામાં 1911 રૂપિયા છે. ડિસેમ્બરમાં તે 1927 રૂપિયા થઈ ગયો હતો. નવેમ્બરમાં પણ તે 1911.50 રૂપિયા હતો. મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16 રૂપિયાનો ઘટાડો થયો છે. અહીં તે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1771 રૂપિયાના બદલે 1756 રૂપિયામાં મળશે. કોલકાતામાં તેની કિંમત 1 જાન્યુઆરીથી 1980.50 રૂપિયાને બદલે 1966 રૂપિયા થઈ ગઈ છે. હવે પટનામાં આ જ સિલિન્ડર 2072.5 રૂપિયાના બદલે 2057 રૂપિયામાં મળશે.