લોસ એન્જલસની આગ, 12000 ઈમારતો રાખ, આશરે 135થી 150 અબજ ડોલરનું નુકસાન

લોસ એન્જલ્સના જંગલમાં ગત સપ્તાહે લાગેલી આગ સતત ભયાવહ બની રહી છે. તેના પર હજી સુધી કાબૂ મેળવી શકાયો નથી. જેમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા છે, જ્યારે 12000થી વધુ ઈમારતો બળીને ખાખ થઈ છે. તદુપરાંત ભારે પવનના કારણે આગનો ફેલાવો વધવાની ભીતિ પણ વર્તાઈ રહી છે.
લોસ એન્જલ્સના ચાર વિસ્તારોમાં આગ ફેલાઈ છે. જેમાં પેસિફિક પેલિસેડ્સ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થઈ છે. અહીં 1000 એકર સુધીનો વિસ્તાર આગની ઝપેટમાં છે. સેકડોં ઘરને નુકસાન થયું છે. ઈટન અને અન્ય વિસ્તાર પણ જંગલના દાવાનળનો ભોગ બન્યા છે. અહીં રહેતાં 1 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
કેલિફોર્નિયાની ફાયર ઓફિસર ટોડ હોપકિંસ અનુસાર, પેલિસેડ્સની આગ 2200 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે. જેમાં 426 ઘર અને 5000થી વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થયા છે.પેલિસેડ્સમાં 11 ટકા વિસ્તારમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પરંતુ પહાડી વિસ્તાર અને અનિયમિત હવાઓના કારણે ફાયરફાટર્સ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હજી 13 લોકો ગુમ છે. ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું