અમદાવાદમાંથી ઝડપાયો 2 કરોડનો દારૂ, જથ્થો રાજસ્થાનથી જામનગર લઈ જવાતો હતો

31 ડિસેમ્બરને લઈ બુટલેગરો દ્વારા અત્યારથી જ દારૂનો સ્ટોર સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડનાર બુટલેગરો પર બાજ નજર રાખી રહી છે. અમદાવાદ જિલ્લામાં ગેરકાયદે દારૂના જથ્થાની હેરાફેરી સામે ગ્રામ્ય LCBએ એક સફળ અને મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. બાતમીના આધારે રાયપુર પાટિયા પાસે વટામણ–બગોદરા હાઈવે પર રેડ કરીને પોલીસે દારૂ ભરેલું વાહન જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે.
માહિતી મુજબ, રાજસ્થાનથી જામનગર તરફ લઈ જવાતો દારૂનો મોટો જથ્થો પોલીસે પકડી લીધો હતો. આ ઓપરેશન દરમિયાન રૂ. 2.27 કરોડનો મુદામાલ, જેમાં દારૂ, વાહન, મોબાઇલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે. તમામ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યું છે.પોલીસે આકરમણ દરમિયાન મુલારામ દેવારામ જાટ નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સપ્લાયર અનિલ પંડ્યા સહિત અન્ય બે વ્યક્તિઓ ફરાર છે અને તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગ્રામ્ય LCBની આ સફળ કામગીરીથી જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદે દારૂ હેરાફેરી અંગે વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. પોલીસ વધુ તપાસ માટે આરોપીને રિમાન્ડ પર લઈ આગળની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો, સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને કોર્ટની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો