અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

અમદાવાદમાં ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે આશરે 2 કલાકે એક દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે, જે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના બાદ સોસાયટીના સભ્યોએ વહેલી સવારે દીપડાના પગની છાપ (ફૂટમાર્ક) પણ જોઈ હોવાનો દાવો કર્યો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં દીપડાના આંટાફેરાની આશંકા વધી ગઈ છે.

આ અંગે તુરંત જ વન વિભાગ અને કાંકરિયા ઝૂના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહેલી સવારથી જ કાંકરિયા ઝૂના અધિકારીઓ અને સ્ટાફની ટીમ શરણદીપ સોસાયટી ખાતે પહોંચી ગઈ છે.

હાલમાં અધિકારીઓ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસીને તેમજ પ્રાથમિક તપાસમાં મળી આવેલા પગના નિશાનના આધારે દીપડાની હાજરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *