Site icon Time News

14 DCP, 3581 પોલીસકર્મીઓ સહિત જવાનો બંદોબસ્તમાં રહેશે ખડેપગે, જાણો કોલ્ડપ્લે કોન્સર્ટની પૂર્વતૈયારી

અમદાવાદમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. જેમાં લોકોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સજ્જ થઇ ચૂકી છે. આ કોન્સર્ટમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સુરક્ષા કવચ તૈયાર કર્યો છે સાથે ચુસ્ત બંદોબસ્તને લઈને પોલીસનો અકેશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

કોલ્ડપ્લે કોન્સર્ટને લઇને લોકોમાં ભારે ઉત્સાહ છે, બે દિવસ દરમિયાન યોજનારી આ કોન્સર્ટમાં બે લાખ કરતાં વધુ લોકો સામેલ થવાના છે. જેથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મળીને કુલ 3825 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સિવાય સ્ટેડિયમમાં 270 CCTVના મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં સઘન સુરક્ષા માટે કોન્સર્ટ દરમ્યાન NSGની 1 ટીમ પણ બંદોબસ્તમા જોડાશે. સાથે સાથે QRTની 3 ટીમ, SDRF ની 1 ટીમ, BDDSની 10 ટીમ, અને ફાયરની ટીમ રાખવામાં આવી છે3 હજાર 825 પોલીસ જવાન રહેશે ખડેપગે

14 DCP, 25 ACP, 63 PI, અને 142 PSI જોડાશે

3 હજાર 581 પોલીસકર્મીઓ તૈનાત રહેશે

QRTની 3 ટીમ, BDDSની 10 ટીમ, NSG અને SDRFની 1-1 ટીમ

2 CCTV વાન, 2 વેગેઝ સ્કેનર અને 400 ડીટેક્ટર

લોકોના હેલ્થ માટે પણ 11 મેડિકલ સ્ટેશન અને 7 એમ્બ્યુલન્સની સાથે 3 બેડની 7 મિનિ હોસ્પિટલ બનાવવામાં આવશે. આમ કોન્સર્ટ માટે પોલીસે સુરક્ષાની સાથે મેડિકલ સેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.. મહત્વનું છે કે આ ઇવેન્ટમાં અઢી લાખથી વધુ લોકો હાજર રહેવાના છે જેથી ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Exit mobile version