ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2026, બીચ સોકર સેમી ફાઇનલ માં ગુજરાત નો અરુણાચલ પ્રદેશ પર 6-3 થી વિજય ની  સાથે ફાઇનલ મા પ્રવેશ

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2026, દીવ માં 05.1.26 થી 10.1.26 સુધી આયોજન કરવામાં આવેલ છે. દીવ, ઘોઘલા માં બીચ સોકર રમાડવા માં આવે છે.

08.1.25 ના રોજ બીચ સોકર ની  સેમી ફાઇનલ માં ગુજરાત નો મુકાબલો અરુણાચલ પ્રેદેશ સાથે હતો. ગુજરાતે જોરદાર રમત દ્વારા અરુણાચલ પ્રદેશ ને 6-3 થી હરાવી ને ફાઇનલ માં પ્રવેશ કરેલ છે. ગુજરાત  તરફથી ભૂમિષા દ્રવિડ ના 3 અને ગુંડિયા ગુડ્ડી ના પણ 3 ગોલ થયેલ. અરુણાચલ પ્રદેશ ની કેપ્ટન ગિયાની રમચિંગ દ્વારા પણ 3 ગોલ થયેલ.  ફાઇનલ સ્કોર 6-3 રહેલ.

ગુજરાત ની ટીમ આ પ્રમાણે છે.

રીયા જેઠવા અને પાયલ લોહ (ગોલ કીપર), ઓડેદરા શાંતિ, ભાવના ઠાકોર, અંજલિ વણકર, સબનમબાનુ રાઠોડ, ગુંડિયા ગુડ્ડી (ડિફેન્સ) સિંધી મિસ્બાબાનું, ભારતી ઠાકોર, અંજના ઠાકોર (મીડ ફિલ્ડર )  ભૂમિષા દ્રવિડ અને મમતા ઠાકોર (સ્ટ્રાઈકર) ટીમ સાથે કોચ ભાગ્યવંતી રાવત મેનેજર  ઘઢા પૂમન અને ફિજીયો ડો. દેવાંશી વ્યાશ છે.

બીજા સેમીફાઈનલ મેચ ઓડીસા અને હિમાચલપ્રદેશ વચ્ચે રમાયેલ તેમાં ઓડીસા ની ટીમ 7-0 થી મેચ માં વિજયી થયેલ હવે ફાઇનલ મેચ ગુજરાત અને ઓડીસા ની ટીમો વચ્ચે રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *