Khambhat: ખંભાતમાં માઇનોર બ્રિજનો સ્લેબ તૂટતાં બે મજૂર દટાયા, એકનું મોત; ડેમના કામકાજ દરમિયાન દુર્ઘટના

ખંભાતમાં માઇનોર બ્રિજનો સ્લેબ પડતા દુર્ઘટના સર્જાઇ છે. હાથિયાવાડ વિસ્તારની ઘટનામાં બે મજૂર દટાયા હતા, જેમાં એકનું મોત થયું છે. સ્થાનિકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી એક મજૂરને બચાવ્યો છે. હાલ 108 મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાઈવે પાસે બનતા ડેમના કામકાજ દરમિયાન દુર્ઘટના બની હતી. કરોડોના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટરે સેફ્ટીના સાધનો ન રાખી કામગીરી કરાતા દુર્ઘટના સર્જાઇ હતી. કોન્ટ્રાકટરની બેદરકારીથી મજુરે જીવ ગુમાવ્યાનો આક્ષેપ છે. મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

ખંભાતના હાથિયા ખાડ વિસ્તારમાં કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે જેમાં પુલનો સ્લેબ નીચે પડતા દુર્ઘટના સર્જાઈ છે, આ ઘટનામાં મજૂરો કામ કરી રહ્યાં હતા અને તે દરમિયાન એક મજૂર મળી આવ્યો છે અને તેને માટીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. જયારે અન્ય મજૂરની શોધખોળ યથાવત છે. ડેમના કામકાજમાં સેફ્ટીના સાધનોનો અભાવ છે તેવો આક્ષેપ આસપાસના સ્થાનિકો કરી રહ્યાં છે, 8 કરોડના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે.

ખંભાતના હાથિયા ખાડ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બે મજૂર દટાયા છે. પુલનો સ્લેબ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે. તો મજૂરો ફાયર સેફટીના સાધનો વિના કામ કરી રહ્યાં હતા કે શું તે એક સવાલ છે. આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે રોજ તેઓ અહીથી પસાર થતા હોય છે તે દરમિયાન દેખવામાં આવે છે કે મજૂરો સેફટીના સાધનો વિના કામ કરતા હોય છે. ફાયરની વિભાગની ટીમે પણ આ મામલે અન્ય એક મજૂરની શોધખોળ કરી છે.

ખંભાતમાં પુલની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન આજે પુલનો સ્લેબ નીચે પડયો હતો અને બે મજૂરો દટાયા હતા જેમાં એક મજૂરની હાલત ગંભીર છે, તો આ કેસમાં પોલીસે પણ કોન્ટ્રાકટરને બોલાવી તેનું નિવેદન લીધુ છે અને પોલીસની તપાસમાં સામે આવશે કે કોન્ટ્રાકટરની બેદરકારી છે તો તેની સામે ગુનો પણ નોંધવામાં આવશે.

આ પણ વાંચો, PM MODI: PM મોદીએ જમ્મુમાં તિરંગો બતાવી ચિનાબ આર્ચ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું: ટૂંક સમયમાં કટરા-શ્રીનગર વંદે ભારતનું ઇનોગ્રેશન કરશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *