લવમેરેજ વિવાદ વચ્ચે કાજલ મહેરિયાનું નિવેદન, પરિવારને પ્રેમ સંબંધની કરી હતી જાણ

ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કરીને પોતાના લગ્નની સત્તાવાર જાહેરાત કરી છે. કાજલે જણાવ્યું છે કે ગત ૧૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ તેમણે પોતાની મરજીથી કોઈ પણ જાતના દબાણ વગર અલ્પેશ નામના યુવક સાથે લગ્ન કર્યા છે. જોકે, તેમના પરિવાર દ્વારા આ લગ્નને મંજૂરી આપવામાં આવી નથી.સોશિયલ મીડિયા પર અલ્પેશ અને સાસરી પક્ષ વિશે ફેલાતી ખોટી અફવાઓ અને આક્ષેપોને તેમણે નકારી કાઢ્યા છે.  

કાજલ મહેરિયાનો વળતો જવાબ આપતા કહ્યું કે, મેં મારી મરજીથી લગ્ન કર્યા છે. લગ્નના વધતા વિવાદ વચ્ચે આજે 21 એપ્રિલના રોજ કાજલ મહેરિયાએ મૌન તોડ્યું છે. તેણે વીડિયોના માધ્યમથી સ્પષ્ટતા કરી કે, તેણે કોઈ પણ દબાણ કે ધાક-ધમકી વગર, પૂરી સ્વસ્થ અવસ્થામાં ભારતીય સંવિધાન મુજબ લગ્ન કર્યા છે. અલ્પેશ સાથે તેનો છેલ્લા દોઢ વર્ષથી સંબંધ હતો. પરિવારને જાણ કરી હતી, પણ મંજૂરી ન મળતા આ નિર્ણય લીધો.  ધર્મ પરિવર્તનનો ઇનકાર કરતા કાજલે સ્પષ્ટ કર્યું કે તે સનાતન ધર્મમાં માને છે અને ધર્મ પરિવર્તન કરવા માંગતી નથી. કાજલે આક્ષેપ કર્યો કે તેને અને તેના સાસરિયાઓને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

કાજલ મહેરિયાએ વીડિયોના અંતમાં કડક શબ્દોમાં જણાવ્યું છે કે, હવે તે કોઈની વાહિયાત વાતોનો જવાબ નહીં આપે. જો તેને કે તેના પરિવારને હેરાન કરવામાં આવશે અથવા સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ થશે, તો તે ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરશે.

બહેરૂપિયો” અચાનક હેડલાઈન્સમાં છવાઈ ગઇ જાનકીનો રોલ બની રહ્યો છે ફિલ્મનો સૌથી મોટો શોક એલિમેન્ટ – https://www.instagram.com/p/DXWdut1DHxX/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: હોર્મુઝ ટેન્શન વચ્ચે ભારતનો મોટો નિર્ણય, રશિયા પાસેથી 2030 સૂધી ક્રૂડ ઓઇલ ખરીદશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *