જૂનાગઢની જેન્સીએ ઓસ્ટ્રેલિયામાં ભારતનું વધાર્યું ગૌરવ, ઓસ્ટ્રેલિયન ઓપન U-14 ટાઇટલ જીત્યું

જૂનાગઢની જેન્સી કાનાબારે  ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફીક એલિટ અંડર 14 વુમન્સ ટાઇટલ જીતીને ન માત્ર ગુજરાતને પરંતુ ભારતનું ગૌરવ વધાર્યું છે. આ ટાઇટલ જીતનાર તે  પહેલી ભારતીય પ્લેયર બની છે.  14 વર્ષની આ ખેલાડીએ ફાઈનલમાં ખૂબ જ દૃઢ નિશ્ચય દર્શાવ્યો અને ઓસ્ટ્રેલિયાની જ મુસેમ્મા સિલેકને 3-6, 6-4, 6-1થી હરાવીને જીતને તેમના નામે કરી લીધી.

કાનાબારે અંતિમ બે રાઉન્ડમાં 6-4 અને 6-1 થી જીત મેળવી. તે ઓસ્ટ્રેલિયન ઓપન U14 ટાઇટલ જીતનાર પ્રથમ મહિલા ખેલાડી બની. પુરૂષોમાં  અર્ણવ પાપરકરે 2024 માં ટાઇટલ જીત્યું હતું, અને હવે જેન્સીએ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

પહેલા સેટ ગુમાવ્યા પછી અને બીજા સેટમાં 0-2થી પાછળ રહી ગયા પછી,  જેન્સીએ  હાર ન માની. તેણે ધીમે ધીમે પોતાના ફોર્મમાં પરત ફરી અને બેસ્ટ પર્ફોમ્સ આપ્યું, જીત મેળવવા માટે મેચને સંપૂર્ણપણે ફેરવી દીધી. જેન્સી કાનાબારે 2026 ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા-પેસિફિક એલીટ 14 અને અંડર ટ્રોફીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, મેલબોર્ન પાર્ક ખાતે રાઉન્ડ-રોબિન સ્ટેજ પર પ્રભુત્વ મેળવ્યું. તેણે તેની બધી મેચ સીધા સેટમાં જીતીને ગ્રુપ-Aમાં 3-0ના સંપૂર્ણ રેકોર્ડ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું.

જેન્સી કાનાબાર કોણ છે?
જેન્સી કાનાબાર ભારતની સૌથી યુવા અને પ્રતિભાશાળી ટેનિસ ખેલાડીઓમાંની એક છે. તે જુનિયર ટુર્નામેન્ટમાં સતત  શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી  છે. ગુજરાતના જૂનાગઢની આ ખેલાડીએ ખૂબ જ નાની ઉંમરે પ્રેક્ટિસ શરૂ કરી હતી અને જુનિયર સર્કિટમાં સતત પ્રદર્શન કર્યું છે. તેમણે  ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) અંડર-14 અને અંડર-16 કેટેગરીમાં નંબર 1 રેન્કિંગ હાંસલ કર્યું છે.

2026 ની શરૂઆતમાં, તે AITA મહિલા સિંગલ્સ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગઈ. સપ્ટેમ્બર 2025 માં, જેન્સી કાનાબારએ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની લિમ યેરિનને હરાવીને GSPDP એશિયન અંડર-14 જુનિયર ચેમ્પિયનશિપ જીતી. તેણીએ તેના ડેબ્યૂમાં ITF J30 અમદાવાદ સિંગલ્સ ટાઇટલ પણ જીત્યું. આ સમય દરમિયાન, તેણીએ ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપ પણ જીતી.                                                                                    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *