રાજ્યસભામાં વકફ પર JPC રિપોર્ટ રજૂ, લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

સંસદના ચાલુ બજેટ સત્રના પ્રથમ હાફની કાર્યવાહીનો આજે અંતિમ દિવસ છે. આજે લોકસભામાં જગદંબીકા પાલની આગેવાની ધરાવતી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પોતાનો રિપોર્ટ રજૂ કરશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે જ નવો આવકવેરા ટેક્સ બિલ રજૂ કરશે. ભાજપના સાંસદ મેધા વિશ્રામ કુલકર્ણીએ વકફ પર JPC રિપોર્ટ રાજ્યસભામાં રજૂ કર્યો છે. ઉચ્ચ સદને રિપોર્ટને સ્વીકારી પણ લીધો છે. વિપક્ષી સાંસદોએ વકફ બિલને પરત લેવાની માંગ કરતા લઘુમતીઓના અધિકારો પર હુમલો ગણાવ્યો છે.

મુસ્લિમો વિરૂદ્ધ નફરતનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે- ઇમરાન મસુદ

કોંગ્રેસના સાંસદ ઇમરાન મસુદે કહ્યું કે,  મુસ્લિમો વિરૂદ્ધ નફરતનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસના જ રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું કે દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર થઇ રહ્યો છે અમે આ બિલની વિરૂદ્ધ છીએ. અમને બંધારણ હેઠળ જે અધિકાર મળ્યા છે આ તેના વિરૂદ્ધ છે. આ બિલ ઇતિહાસમાં કાળા અક્ષરમાં લખાશે. ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું કે સરકારે અમારા ડિસેન્ટ નોટ્સ પણ હટાવી દીધા છે. લઘુમતીઓને ટાર્ગેટ કરવો તેમનો મુખ્ય એજન્ડા છે.

લોકસભામાં પ્રશ્નકાળ શરૂ થતા જ હંગામો, 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત

લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષે હંગામો કર્યો હતો. વિપક્ષી સભ્ય વકફ બિલને પરત લેવાની માંગ કરતા વેલમાં આવીને નારેબાજી કરી હતી. લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોને પ્રશ્નકાળની કાર્યવાહી ચાલવા દેવાની અપીલ કરી હતી. વિક્ષક્ષના હોબાળા બાદ સ્પીકરે સદનની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.

દેશભરમાંથી વિગતો લીધા પછી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો- જગદંબિકા પાલ

વકફ બિલ પર JPCનું નેતૃત્વ કરી રહેલા જગદંબિકા પાલે કહ્યું છે કે આ બિલ પર ઘણી ચર્ચા થઈ છે. બધા હિસ્સેદારો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ રિપોર્ટ દેશભરમાંથી વિગતો લઈને તૈયાર કરવામાં આવ્યો છે. જગદંબિકા પાલે એમ પણ કહ્યું છે કે 14 કલમોમાં 25 સુધારા સ્વીકારવામાં આવ્યા છે. વિપક્ષના આરોપો પર તેમણે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે તેમના વિચારો સાંભળવામાં આવ્યા નથી, આ ખોટું છે. જગદંબિકા પાલે કહ્યું કે મેં અસંમતિનો ઉલ્લેખ પણ માંગ્યો હતો અને બધા માટે નોંધ પણ લખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *