Jammu and Kashmir: જમ્મુ કાશ્મીરમાં લશ્કરના આતંકવાદીઓને સેનાએ ઘેર્યા, સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો

જમ્મુ- કાશ્મીરમાં પહેલગામ હુમલા પછી, સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કરીને તેનો નાશ કર્યો. ઓપરેશન સિંદૂર હેઠળ સરહદ પાર આતંકવાદી છાવણીઓ પર કાર્યવાહી બાદ, સુરક્ષા દળોએ હવે સરહદની અંદર એટલે કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે. શોપિયા સહિત વિવિધ વિસ્તારોમાં આતંકવાદીઓને શોધવા માટે સેના ઓપરેશન ચલાવી રહી છે.

આ એન્કાઉન્ટર એવા સમયે થયું જ્યારે શોપિયાના ઘણા વિસ્તારોમાં પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુ માટે જવાબદાર ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓની શોધ સેનાએ તેજ કરી દીધી છે.

એક આતંકીને ઠાર કર્યો

સુરક્ષા દળોએ જાહેર સ્થળોએ વિવિધ સ્થળોએ પોસ્ટરો લગાવ્યા છે. આ આતંકવાદીઓના ફોટા એજન્સીઓ દ્વારા પહેલાથી જ જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા અને 14 લોકો ઘાયલ થયા. મૃતકોમાં એક નેપાળી નાગરિક પણ હતો. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી હતી.

આ પણ વાંચો, સાનિયા અયપ્પનની કાતિલ અદા જોઈ ફેન્સ થયા ક્રેઝી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *