IIT Baba arrested: IIT બાબાની બેગમાંથી મળ્યો ગાંજો! જયપુર પોલીસે કરી ધરપકડ

સોશિયલ મીડિયા પર IIT બાબા તરીકે પ્રખ્યાત અભય સિંહની જયપુરમાં પોલીસે અટકાયત કરી છે. અભય સિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ધમકી આપી હતી, ત્યારબાદ શિપ્રા પથ પોલીસ સ્ટેશન રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલ પહોંચી અને IIT બાબાને કસ્ટડીમાં લીધા.

મળતી માહિતી મુજબ, અભય સિંહ પાસેથી ગાંજો મળી આવ્યો છે. તેમની સામે NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. હાલમાં પોલીસ IIT બાબાની પૂછપરછ કરી રહી છે.જોકે, આ મામલે IIT બાબાએ આપઘાતવાળી વાતને ફેક ન્યૂઝ જણાવી છે. તેમણે કહ્યું કે, ગાંજાને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી અને જામીન પર છોડી દેવામાં આવ્યો છે. મને તુરંત જામીન મળી ગઈ છે અને આપઘાત મામલે મેં ફક્ત એટલું લખ્યું હતું કે, હું સંસારમાં ફક્ત મહાદેવને પ્રેમ કરૂ છું, બીજું કોઈ નથી મારા જીવનમાં

આ પણ વાંચો, Conspiracy to attack Ram Mandir with hand grenade: રામ મંદિર પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કરવાનું હતું કાવતરું, આતંકવાદી અબ્દુલ રહેમાનનો ખુલાસો 

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *