Site icon Time News

ઈરાન બે ભારતીય ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દેશે તેવો દાવો!ઈરાની રાજદૂતે કહ્યું હતું: ‘ભારત અમારો મિત્ર છે

ઈરાને બે ભારતીય ગેસ ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે બે ભારતીય LPG ટેન્કર જલ્દી જ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે ભારત તરફ રવાના થશે.

આનાથી ઘરેલું ગેસ સપ્લાય પર પડી રહેલા દબાણને ઓછું કરવામાં મદદ મળવાની આશા છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે એક ક્રૂડ ઓઇલનો ટેન્કર પણ 1 માર્ચની આસપાસ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યો છે અને સાઉદી અરબનું તેલ લઈને શનિવાર સુધીમાં ભારત આવી શકે છે.

આ પહેલા ગુરુવારે સાંજે જ ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ કહ્યું હતું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતને સુરક્ષિત રસ્તો આપશે. તેમણે કહ્યું – ભારત અને ઈરાન વચ્ચે લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો અને પરસ્પર વિશ્વાસ રહ્યો છે.

https://www.instagram.com/timenewsguj/?hl=en

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: રાજ્યમાં LPG ગેસની અછત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

Exit mobile version