આવી રહ્યું છે ભારતનું AI મોડલ, જે આપશે ChatGPT, DeepSeekને ટક્કર, સરકારનું એલાન

ભારત પણ AI ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સંકેતો આપ્યા છે. વાસ્તવમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારત પોતાનું જનરેટિવ AI મોડલ બનાવી રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ ઘટનાક્રમ એવા સમયે થયો છે, જ્યારે ચીનમાં બનેલી DeepSeekને લઈને દુનિયામાં જોરદાર ચર્ચા ચાલી રહીછે . તે જ સમયે એવા અહેવાલો પણ છે કે ઓપન AIના CEO સેમ ઓલ્ટમેન ભારત આવી શકે છે.

ઉત્કર્ષ ઓડિશા કોન્ક્લેવ દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે, ભારત પોતાનું જનરેટિવ AI મોડલ બનાવવા માટે તૈયાર છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે, ઓડિશામાં AI ડેટા સેન્ટરની સ્થાપના કરવામાં આવી રહી છે. તે AI કોમ્પ્યુટ ફેસિલિટી દ્વારા સંચાલિત કરવામાં આવશે. ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમણે LLM એટલે કે લાર્જ લેંગ્વેજ મોડલ વિકસાવવા માટે 18 હજાર GPU હસ્તગત કર્યા છે.

આ સાથે તેમણે કહ્યું, 18 હજાર GPUs સાથે ભારત સ્વદેશી AI મોડલ બનાવવાના માર્ગ પર છે, જે દેશની ભાષાકીય, આર્થિક અને સામાજિક જરૂરિયાતોને પૂર્ણ કરશે.’ ખાસ વાત એ છે કે, ભારત સરકાર સ્વાસ્થ્ય સેવાઓથી લઈને ગવર્નન્સ, શિક્ષણ અને આર્થિક સેવાઓ સુધીની દરેક બાબતમાં AIનો ઉપયોગ કરવા પર ભાર આપી રહી છે.DeepSeek એ ચીની AI કંપની છે જેની સ્થાપના 2023માં થઈ હતી. જાન્યુઆરી 2025માં કંપનીએ તેનું નવું મોડલ DeepSeq-R1 રજૂ કર્યું, જેણે તેની તર્ક ક્ષમતાઓ માટે નોંધપાત્ર ધ્યાન આકર્ષિત કર્યું. DeepSeekનું ‘એઆઈ આસિસ્ટન્ટ’ મંગળવારે બપોરે એપલના આઈફોન સ્ટોર પર ડાઉનલોડ કરવામાં આવેલ નંબર વન ફ્રી એપ બની ગયું અને તેના લોન્ચને કારણે યુએસ શેરબજાર (વોલ સ્ટ્રીટ)માં મોટો ઘટાડો થયો. DeepSeek કહે છે કે, તેનું મોડલ ઓપનએ AIના ચેટજીપીટી અને ગૂગલના જેમિની જેવા યુએસ જાયન્ટ્સના મોડલની સમકક્ષ છે. ઉપરાંત DeepSeekની AI એપ તુલનાત્મક રીતે ખૂબ સસ્તું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *