ભારતીય ફાસ્ટ બોલર શમી એકદમ ફિટ:બેટિંગ કોચે કહ્યું- ત્રીજી T-20માં રમવાનો નિર્ણય મેનેજમેન્ટ કરશે

સોમવારે સાંજે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T-20 પહેલા ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું કે, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સંપૂર્ણપણે ફિટ છે. ત્રીજી ટી-20 પહેલા મીડિયાએ શમીની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા હતા.

કોટકે કહ્યું, ‘મોહમ્મદ શમી અત્યારે ફિટ છે, તેના રમવા અંગેનો નિર્ણય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીર લેશે. હાલમાં શમીની ફિટનેસ પર કોઈ સવાલ નથી, પરંતુ તેના રમવા અંગે અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ લેશે.

શમીને ઇંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝ અને 19 ફેબ્રુઆરીથી રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની સિરીઝની ત્રીજી મેચ આજે રાજકોટમાં સાંજે 7:00 વાગ્યાથી રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *