IPL વચ્ચે ભારતીય ક્રિકેટરને મળી જાનથી મારી નાખવાની ધમકી, ક્રાઈમ બ્રાન્ચની ટીમે શરૂ કરી તપાસ

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી શમીને ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે. અમરોહા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે. ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને મોતની ધમકી મળી છે. શમીને 1 કરોડ રૂપિયા ન ચૂકવવા બદલ આ ધમકી મળી છે. આ ભારતીય ક્રિકેટરને ઈ-મેલ દ્વારા મોતની ધમકી આપવામાં આવી છે. આ વાત સામે આવતા જ અમરોહા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી દીધી છે.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ધમકી મળ્યા બાદ અમરોહા પોલીસને આ બાબતની જાણ કરી. શમીએ જણાવ્યું કે તેમને પહેલા 4 મેના સાંજે એક ઈમેલ મળ્યો હતો. આ પછી આજે 5 મે સોમવારે સવારે બીજો ઈમેલ આવ્યો. શમીના ભાઈ મોહમ્મદ હસીબે પોલીસને આ અંગે લેખિતમાં જાણ કરી છે.
મોહમ્મદ શમીએ અમરોહા પોલીસમાં ફરિયાદ નોંધાવતા અમરોહા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે. પોલીસને મળેલી ફરિયાદ મુજબ કર્ણાટકના પ્રભાકર નામના વ્યક્તિએ મોહમ્મદ શમીને એક ઈમેલ મોકલ્યો છે, જેમાં ધમકી આપવામાં આવી છે કે જો તે એક કરોડ રૂપિયા નહીં આપે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવશે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
મોહમ્મદ શમી હાલમાં આઈપીએલ 2025 ટુર્નામેન્ટમાં વ્યસ્ત છે. શમી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો હિસ્સો છે. આ આઈપીએલમાં હૈદરાબાદ ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. એસઆરએચ અત્યાર સુધીમાં 10 મેચ રમી ચૂક્યું છે, જેમાંથી ટીમ 7 મેચ હારી ગઈ છે. જ્યારે મોહમ્મદ શમીની ટીમ પેટ કમિન્સની કેપ્ટનશીપમાં ફક્ત 3 મેચ જીતી શકી છે. શમી ભારતીય ક્રિકેટ ટીમનો એક મહત્વપૂર્ણ ખેલાડી છે. અન્ય દેશોના ખેલાડીઓ તેની ઝડપી બોલિંગથી ખૌફમાં રહે છે.
આ પણ વાંચો, Rajkot: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો, કરા સાથે ધોધમાર વરસાદ શરુ