T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મેચ નહીં રમાય:પાકિસ્તાન સરકારની જાહેરાત

T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ નહીં રમાય. પાકિસ્તાન સરકારે આ મેચના બોયકોટની જાહેરાત કરી છે. બંને ટીમ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં એકબીજા સામે ટકરાવાની હતી. જોકે, હાલમાં એ નક્કી નથી કે જો ભારત અને પાકિસ્તાનની ટીમ નોકઆઉટ રાઉન્ડમાં સામસામે આવશે ત્યારે પાકિસ્તાન રમશે કે નહીં?
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં એન્ટ્રી આપી હતી. ICCના આ નિર્ણયના વિરોધમાં પાકિસ્તાને ભારત સામેની મેચનો બોયકોટ કરી દીધો છે.
પાકિસ્તાને રવિવારે જાહેરાત કરી કે તે T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેશે, પરંતુ ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. પાકિસ્તાન સરકારે આ નિર્ણય ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી હટાવ્યા બાદ લીધો છે, બાંગ્લાદેશ સરકારે ભારતમાં રમવા અંગે સુરક્ષા ચિંતા વ્યક્ત કરી હતી.
સરકારે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનની સરકાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમને ICC વર્લ્ડ T20 2026માં ભાગ લેવાની મંજૂરી આપે છે….જોકે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે રમાનારી મેચમાં મેદાન પર ઉતરશે નહીં.