ભારત કોઈના બાપનું નથી… કોન્સર્ટનો વિરોધ કરતાં અને પ્રતિબંધ લગાવતા લોકો પર ભડક્યો દિલજીત દોસાંજ

ભારતનો લોકપ્રિય પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ ભારતમાં અલગ અલગ શહેરોમાં તેના લાઈવ કોન્સર્ટ કરી રહ્યો છે. તાજેતરમાં દિલજીત દોસાંજનો કોન્સર્ટ ઇંદોરના મધ્યપ્રદેશ શહેરમાં થયો હતો. જ્યાં પણ દિલજીત દોસાંજનો શો થવાનો હોય છે ત્યાં તેનો ખૂબ વિરોધ થાય છે અને તેના પર અલગ અલગ પ્રતિબંધો પણ લગાડવામાં આવે છે. આ વાત પર હવે દિલજીત દોસાંજ ભડક્યો છે. ઇન્દોરના શોમાં તેણે સ્ટેજ પરથી એક શાયરીના અંદાજમાં વિરોધ કરનાર લોકોને જડબાતોડ જવાબ આપી દીધો છે અને કહી દીધું છે કે ભારત કોઈના બાપનું નથી.
દિલજીત દોસાંજે ઇન્દોર શહેરમાં શાનદાર પર્ફોર્મન્સ કર્યું હતું. શો ને લઈને થઈ રહેલા વિવાદ વચ્ચે પણ કોન્સર્ટમાં આવેલા લોકોનો અત્યારે આભાર માન્યો હતો અને જય શ્રી મહાકાલ બોલીને વાતાવરણમાં જોશ ભરી દીધો હતો. આ શો દરમિયાન દિલજીત દોસાંજ સ્ટેજ પરથી તેના શો નો વિરોધ કરનાર લોકોની બોલતી બંધ કરી દીધી હતી. તેણે એક શાયરીના અંદાજમાં લોકોને જવાબ આપ્યો હતો. સ્ટેજ પરથી દિલજીત દોસાંજે કોઈ પણ પ્રકારનો ડર આખ્યા વિના કહી દીધું હતું કે મહાકાલની નગરીમાં તેને આવતા કોઈ તાકાત રોકી શકે તેમ ન હતી. દિલજીત દોસાંજે તેના વિરોધીઓને કહી દીધું છે કે તે પહેલા પણ કોઈથી ડરતો ન હતો અને હજી પણ કોઈથી ડરતો નથી. તેણે એવું પણ કહ્યું હતું કે લોકોનો પ્રેમ તેને સ્ટેજ સુધી લઈ આવે છે.
ઇન્દોરમાં કાર્યક્રમનો વિરોધ થયો હતો તેને લઈને પણ દિલજીત દોસાંજે સ્ટેજ પરથી સ્પષ્ટ કરી દીધું કે તે લોકોના પ્રેમ માટે ઈન્દોર આવ્યો છે અને હજુ પણ આવશે. દિલજીત દોસાંજ એ એવું પણ કહ્યું કે તેના પર ઘણા બધા પ્રતિબંધો લગાવવામાં આવ્યા તેની સામે ઘણી બધી મુસીબતો ઊભી કરવામાં આવી તેમ છતાં તે લોકો માટે ઈન્દોર આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને દિલ્હીમાં પણ વિરોધ થયો હતો અને ઇન્દોરમાં પણ થયો હતો. આ સિવાય અમદાવાદમાં પણ તેનો શો થવાનો છે તેને લઈને પણ વિરોધ અને પ્રતિબંધોની વાતો ચાલી રહી છે. અમદાવાદમાં પણ પોલીસને અરજી કરવામાં આવી છે કે દિલજીત દોસાંજ તેના 4 ગીત સ્ટેજ પરથી ન ગાય, સ્ટેજ પર બાળકોને ન બોલાવે, સ્ટેજ પર હથિયાર, કારતુસ જેવી વસ્તુઓ પણ ન દર્શાવે. આ પ્રકારના પ્રતિબંધો લાગતા લોકોને દિલજીત દોસાંજ કડક શબ્દોમાં જવાબ આપી દીધો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.