પતંગ રસિકો માટે મહત્વની આગાહી, જાણો મકર સંક્રાંતિના દિવસે પવનની કેવી રહેશે ગતિ

ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં મકરસંક્રાંતિના પર્વમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. તો આ દિવસે પવનની ગતિ કેવી રહેશે તે સવાલ પતંગ રસિયાઓને થતો હોય છે તો આ વર્ષે પવન પતંગ રસિયોઓને નિરાશ નહિ કરે પવનની ગતિ સારી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉતરાણ પહેલા ઉત્તર દિશામાંથી આવતા પવનની ગતિ વધશે અને તેના કારણે આ સમય દરિયાન સારો પવન રહેશે, ઠંડીની વાત કરીએ તો આગામી 3થી 4 દિવસમાં ત્રણથી 4 ડિગ્રી તાપમાનો પારો ગગડતાં હાડ થીજાવતી ઠંડીનું અનુમાન છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ એક સિસ્ટમ ભારત પર આવી રહી છે. જેની અસર ઉત્તર ભારત પર થશે. ગુજરાતમાં પવનની ગતિ સારી રહેશે. હવામાન વિભાગી આગાહી મુજબ ઉત્તર તરફથી પવન આવવાના શરૂ થશે. જેથી ઠંડીમાં હજુ પણ વધારો થશે. કચ્છના જે વિસ્તારો છે ત્યાં પવનની ગતિ વધશે. આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે જેના કારણે હાડથીજાવતી ઠંડીનો અનુભવ થશે. આગામી દિવસોમાં માવઠાની કોઇ શક્યતા નથી. પરંતુ પૂર્વગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં થોડુ વાદળછાયું વાતાવરણ પણ રહેશે,. પવનની ગતિ સારી રહેવાથી પતંગ રસિકો માટે સારા સમાચાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *