Virat Kohli’s leap in ICC ODI rankings: વિરાટ કોહલીની ICC ODI રેન્કિંગમાં છલાંગ, ટોપ 5માં ભારતના ત્રણ બેટરનો દબદબો

ICC એ બુધવારે ODI ખેલાડીઓની નવી રેન્કિંગ જાહેર કરી. ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી , ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને સ્પિનર કુલદીપ યાદવે આ નવી રેન્કિંગમાં એક-એક સ્થાનનો ફાયદો મેળવ્યો છે. કોહલી ફરી એકવાર ટોપ-૫માં પ્રવેશી ગયો છે. તે ૭૪૩ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને પહોંચ્યો છે. તેણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન સામે 111 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા, જેમાં સાત ચોગ્ગાનો સમાવેશ થતો હતો. આ કોહલીની 52મી ODI અને 82મી આંતરરાષ્ટ્રીય સદી હતી.
ટોચના 10 બેટ્સમેનોમાં ચાર ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. યુવા ઓપનર શુભમન ગિલ ટોચ પર છે. તેના ૮૧૭ પોઈન્ટ છે. કેપ્ટન રોહિત શર્મા (757) ત્રીજા સ્થાને છે જ્યારે શ્રેયસ ઐયર (679) નવમા સ્થાને છે. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ (770) બીજા સ્થાને છે. તેણે ભારત સામે 26 બોલમાં 23 રન બનાવ્યા હતા. ભારતના વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ બે સ્થાન ઉપર આવીને 15મા સ્થાને પહોંચી ગયા છે. આ મોટી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. ભારતે સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.
શમી બોલરોની રેન્કિંગમાં 14મા સ્થાને પહોંચી ગયો છે. તેના ૫૯૯ પોઇન્ટ છે. શમીએ બાંગ્લાદેશ સામે 53 રન આપીને 5 વિકેટ લીધી હતી. જોકે, પાકિસ્તાન સામે તેને કોઈ વિકેટ મળી ન હતી. કુલદીપ બાંગ્લાદેશ સામે ખાલી હાથે રહ્યા પરંતુ પાકિસ્તાન સામે 40 રન આપીને ત્રણ વિકેટ લીધી. તે હવે ૬૫૬ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. કુલદીપ ટોપ-૧૦ બોલરોમાં એકમાત્ર ભારતીય છે.
આ પણ વાંચો, જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેનાના વાહન પર આતંકી હુમલો, સમગ્ર વિસ્તારમાં હાઈએલર્ટ