‘મને ફરીથી મુખ્યમંત્રી આવાસની બહાર ફેંકી દેવામાં આવી’, CM આતિશીએ કેન્દ્ર પર સાધ્યું નિશાન

દિલ્હીના સીએમ આતિશીએ દાવો કર્યો છે કે, તેમને આપવામાં આવેલ સીએમ આવાસની ફાળવણી ભાજપ સરકારે રદ કરી દીધી છે. અમારું ઘર છિનવી લેવામાં આવી રહ્યું છે. ચૂંટણીની જાહેરાતની આગલી રાત્રે આ ઘટના બની હતી. આવું બીજી વખત છે જ્યારે મને સત્તાવાર નિવાસસ્થાનમાંથી બહાર કરી દેવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ચિઠ્ઠી મોકલીને મુખ્યમંત્રીના નિવાસસ્થાનની ફાળવણી રદ કરવામાં આવી હતી. એક ચૂંટાયેલી સરકારના ચૂંટાયેલા મુખ્યમંત્રી પાસેથી મુખ્યમંત્રીનું નિવાસસ્થાન છીનવી લેવામાં આવ્યું હતું. ત્રણ મહિના પહેલા પણ તેમણે આવું જ કર્યું હતું. જ્યારે હું મુખ્યમંત્રી બની ત્યારે મારો અને મારા પરિવારનો સામાન ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીને લાગે છે કે તે ઘર છિનવી લેવાથી, અમારી સાથે ગાલી ગલોચ કરવાથી મારા પરિવાર વિશે નીચલા સ્તરની વાત કરવાથી અમારું કામ રોકી દેશે.