મહાકુંભમાં આજે પણ ભારે ભીડ:અત્યાર સુધીમાં 57 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યુ

આજે મહાકુંભનો 39મો દિવસ છે. મેળો પૂરો થવામાં હજુ 6 દિવસ બાકી છે. અત્યાર સુધીમાં લગભગ 57 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. ગુરુવારે પણ મહાકુંભમાં ભીડ જામી છે. સંગમ કિનારા પર ભીડ ટાળવા માટે, સવારથી પોલીસ ભક્તોને સ્નાન કરવા અને પછી ત્યાંથી દૂર જવાની અપીલ કરી રહી છે.

આજે ભારત સહિત અન્ય દેશોના 40થી વધુ VVIP સંગમ સ્નાન કરશે. સમગ્ર સ્નાન પર્વ દરમિયાન આ પહેલીવાર છે કે આટલા બધા VVIP મેળામાં આવી રહ્યા છે. ગુરુવાર સવારથી જ સંગમ તરફ જતા તમામ રસ્તાઓ પર 8 થી 10 કિમી સુધી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. શહેરની બહાર પાર્કિંગમાં વાહનો રોકવામાં આવી રહ્યા છે. ત્યાંથી, શ્રદ્ધાળુઓ શટલ બસ અને ઇ-રિક્ષા દ્વારા મહાકુંભ પહોંચી રહ્યા છે. બુધવારે એક કરોડ આઠ લાખ ભક્તોએ સ્નાન કર્યું હતું.

ભીડને કારણે, પ્રયાગરાજ જતી અને આવતી 8 ટ્રેનો 28 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે. 4 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. વહીવટીતંત્રનો અંદાજ છે કે આવતીકાલે એટલે કે શુક્રવારથી મહાકુંભમાં ભીડ વધુ વધશે. કારણ કે, આ મહાકુંભનો છેલ્લું વીકએન્ડ છે. આ મેળો 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી સ્નાન સાથે સમાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *