
ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના વરસાદનું પહેલું અનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, આ વર્ષે ભારતમાં સરેરાશ કરતા 105 ટકા વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે. IMDએ કહ્યું છે કે આ વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા નથી.
ભારતીય હવામાન વિભાગ (IMD) ના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચાર મહિનાના ચોમાસા ઋતુ (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. આ સિઝનમાં સરેરાશ કરતાં 105 ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે. તેમણે કહ્યું કે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા ચોમાસાના વરસાદ માટે જવાબદાર અલ નીનો સ્થિતિ આ વખતે વિકસિત થવાની શક્યતા ઓછી છે.દેશના ઘણા ભાગો પહેલાથી જ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને એપ્રિલથી જૂનના સમયગાળામાં દિવસો ખૂબ ગરમ રહેવાની ધારણા છે. આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે.
ખેડૂતો માટે રાહતરુપ
ભારતીય હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે ફાયદાકારક છે કારણ કે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે જેનાથી ખેતીમાં મોટી મદદ મળશે.
આ પણ વાંચો, Home loan EMI reduced: હોમ લોનની EMI ઘટી, ભારતની સૌથી મોટી બેન્કે ગ્રાહકોને આપ્યા ગુડ ન્યૂઝ
