ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! સીંગતેલના ભાવમાં થયો તોતિંગ વધારો

સૌરાષ્ટ્રમાં મગફળીના ઓછા ઉત્પાદનની સીધી અસર હવે સીંગતેલના ભાવ પર જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં જ સીંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે છેલ્લા આઠ દિવસમાં 30થી 40 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. બાર મહિનાના સીંગતેલ ભરવાની સીઝન વચ્ચે જ સીંગતેલના ભાવમાં સતત ઉછાળો આવતા સામાન્ય ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ ઘટીને માત્ર 50થી 60 ટકા જેટલું થયું હોવાનો અંદાજ છે. મગફળીની ઓછી આવકને પગલે સીંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ 3150થી 3200 રૂપિયા થયો છે. તહેવારો અને રોજિંદા જીવનના ખર્ચ વચ્ચે સામાન્ય પરિવારોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી રૂ.20નો વધારો થતાં એક ડબ્બાનો ભાવ રૂ.3,130 પર પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ, મગફળીની આવક ઘટતાં સીંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં જ સીંગતેલના ડબ્બા દીઠ 20નો વધારો નોંધાયો છે, જ્યારે છેલ્લા આઠ દિવસમાં ભાવમાં 30થી 40 રૂપિયા સુધીનો ઉછાળો આવ્યો છે. એક તરફ બારમાસી સીંગતેલ ભરવાની સિઝન ચાલી રહી છે, તો બીજી તરફ ભાવવધારાને કારણે સામાન્ય ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાયું છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ ઘટીને અંદાજે 50થી 60 ટકા જેટલું રહેવાની શક્યતા છે. મગફળીનું ઉત્પાદન ઘટતાં બજારમાં તેની આવક પર અસર પડી છે. પરિણામે સીંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ખાદ્યતેલ જેવી રોજિંદા જીવનની આવશ્યક વસ્તુના ભાવમાં વધારો થતાં સામાન્ય પરિવારો પર મોંઘવારીનો વધુ એક બોજ વધ્યો છે. ખાસ કરીને મધ્યમ અને મર્યાદિત આવક ધરાવતા પરિવારો માટે ઘરનું બજેટ સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ શાકભાજી, અનાજ અને અન્ય જીવનજરૂરી વસ્તુઓના ખર્ચ વધી રહ્યા છે, ત્યારે સીંગતેલના ભાવમાં થયેલા વધારાએ પણ ચિંતા વધારી છે.