વાપી : રસ્તા પર ચાલતું સિલિન્ડરનું ગોડાઉન મોતનું ગોડાઉન સાબિત થયું! ભયાનક બ્લાસ્ટમાં 4 ના મોત

કેન્દ્રશાસિત દાદરા નગર હવેલીમાં જાહેર રસ્તા પર ચાલતું સિલિન્ડરનું ગોડાઉન મોતનું ગોડાઉન સાબિત થયું છે. વહેલી સવારે જ્યારે આ ગોડાઉનમાં કામગીરી ચાલતી હતી ત્યારે અચાનક જ બ્લાસ્ટ ની ઘટના બની હતી આ બ્લાસ્ટની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે ત્યારે તંત્ર માત્ર તપાસની પોકળ વાતો કરી રહી છે.. શું છે આખી ઘટના જોઈએ આ અહેવાલ.

રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાં નાઈટ્રોજન ગેસના એક ગોડાઉનમાં જોરદાર ધડાકો થયો હતો. દેમણી સ્કૂલ ફળિયા વિસ્તારમાં આવેલા નાઇટ્રોજન અને ઓક્સિજન સિલિન્ડર ગોડાઉનમાં અચાનક જ કોઈ કારણોસર પ્રચંડ બ્લાસ્ટ થતાં આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. આ ઘટનામાં 8 લોકોને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન 4 લોકો ના કરુણ મોત નિપજ્યા હતા.

આ ધડાકો એટલો પ્રચંડ હતો કે ગોડાઉનની છત અને દિવાલો કાટમાળ માં ફેરવાઈ ગઈ હતી. ધડાકામાં કંપની નો કાટમાળ આસપાસના વિસ્તારમાં ફેકાયો હતો. અને કિલોમીટર દૂર સુધીનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. ઘટના બાદ ફાયર બ્રિગેડ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. સ્થળ પર પ્રદેશના કલેક્ટર પ્રિયાંક કિશોર પહોંચીને તપાસ શરૂ કરી હતી. જોકે તેઓ માત્ર તપાસના પોકળ દાવા કરી રહ્યા છે.

દાદરા વિસ્તારના ડેમની રોડ પર આવેલ આ સિલિન્ડરનું ગોડાઉન ને પરમિશન હતી કે નહીં તેના ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા અનેકવાર આ મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા આજે આ ગોડાઉન મોતનું ગોડાઉન સાબિત થયું છે. 

એક સ્થાનિક મહિલા અસ્મિતાબેન રોહિતે કહ્યું કે, ગોડાઉનમાં કામ કરતાં આઠ લોકો પૈકી ચાર લોકોના મોત થયા છે. વહેલી સવારે જ્યારે આ ગોડાઉનમાં કામગીરી ચાલુ હતી, ત્યારે અચાનક જ મોટો બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટ એટલો બધો જોરદાર હતો કે સિલિન્ડર આજુબાજુના વિસ્તારમાં ફેકાયા હતા. સામે આવેલ મકાનના કાચના બારી તેમજ કારને પણ નુકસાન થયું છે જેને લઇને સ્થાનિક લોકોમાં ભારે રોશની લાગણી જોવા મળી રહી છે.જાહેર રસ્તા પર ધમધમતા આવા ગોડાઉનને પરમિશન કેવી રીતે મળી તે એક મોટો સવાલ ઉભો થાય છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા આસપાસના વિસ્તારને ખાલી કરાવી અને કોર્ડન કરાવ્યો હતો. ઘટનાને ગંભીરતાથી લઈ પ્રશાસન દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચોકાવનારી બાબતે એ છે કે, આ ગોડાઉનને અડીને એક સ્કૂલ પણ આવેલી હતી અને જો બે કલાક અગાઉ જોવા ઘટના બની હોત તો શાળાના વિદ્યાર્થીઓને પણ મોટું નુકસાન થાત. જોકે હાલે આ ઘટનામાં ચાર લોકોના જીવ ગયા છે અને તંત્ર માત્ર તપાસની ગોળ ગોળ વાતો કરી રહી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: મોબાઈલ નંબરની જેમ હવે બેંક એકાઉન્ટ પણ થશે પોર્ટ, ખાતાધારકો માટે RBIની મોટી યોજના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *