Site icon Time News

હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાજીનામું આપ્યું, ઘરમાંથી મળી હતી ચલણી નોટો

 ભારતીય ન્યાયપાલિકામાં ચર્ચાનો વિષય બનેલી ઘટનામાં યશવંત વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ અલ્હાબાદ હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમના નિવાસસ્થાને મોટી માત્રામાં બળી ગયેલી ચલણી નોટો મળ્યા બાદ તેમની સામે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી, જેના પગલે આ નિર્ણય આવ્યો છે.

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે દિલ્હીમાં તેમના ઘરમાંથી શંકાસ્પદ પરિસ્થિતિમાં બળી ગયેલી રોકડ મળી આવી હતી. આ ઘટનાએ ન્યાયપાલિકાની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા. શરૂઆતમાં તેમને દિલ્હી હાઇકોર્ટમાંથી ટ્રાન્સફર કરીને અલ્હાબાદ હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 5 એપ્રિલ, 2025ના રોજ શપથ ગ્રહણ કર્યો હતો.

મામલો ગંભીર બનતા, તેમની સામે મહાભિયોગ લાવવાની ચર્ચાઓ પણ તેજ થઈ હતી. સંસદના કેટલાક સભ્યોએ તેમના વિરુદ્ધ કાર્યવાહી માટે નોટિસ પણ આપી હતી. આ વચ્ચે એક વિશેષ સમિતિ દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમને ન્યાયિક કાર્યમાંથી કામચલાઉ રીતે દૂર રાખવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા રાજીનામા પત્રમાં ન્યાયાધીશ યશવંત વર્માએ લખ્યું, ” ખૂબ જ દુઃખ સાથે હું અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તાત્કાલિક ધોરણે મારું રાજીનામું આપી રહ્યો છું. આ પદ પર સેવા આપવી એ મારા માટે સન્માનની વાત રહી છે.”

અડાલજ ટોલ ટેક્સ નજીક જિલ્લા ટ્રાફિક પોલીસ, RTO અને ST વિજિલન્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલા ક્લેન્ડસ્ટાઈન ઓપરેશનની સંપૂર્ણ વિગત જાણવા માટે અહીં ક્લિક કરીને આખી સ્ટોરી જરૂર જુઓ.

https://www.instagram.com/reel/DW8qEruDZgS/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 919 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,000ને પાર 

Exit mobile version