Pahalgam attack: પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ, ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની લાલ આંખ

પહેલગામ હુમલા પછી ગુજરાતમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓની તપાસ કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર ઘૂસણખોરી કરી વસતા બાંગલાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ કરી છે. વડોદરા પોલીસે નવાયાર્ડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી 200 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે.
ગેર ભારતીયો અને ગેરકાયદેસર રીતે રહેતા 200થી વધુ શંકાસ્પદ લોકોને પોલીસે ડિટેઇન કર્યા છે. 200થી વધુ યુવાનોને ડીટેઇન કરીને ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે, જેમના પુરાવાઓ તપાસવાની તેમજ પૂછપરછ માટેની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. અત્યાર સુધીમાં શહેરમાંથી 14 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે
તો આ તરફ અમદાવાદમાં રહેતા ઘૂસણખોર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. 100થી વધુ બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર રહેતા હોવાની કબૂલાત કરી છે. જે તમામ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાશે. અત્રે જણાવીએ કે, ચંડોળા તળાવ પાસેથી તંત્રએ 800થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી. જેમાં 550 જેટલા લોકો પાસેથી શંકાસ્પદ પાસપોર્ટ મળી આવ્યા હતા. પોલીસે શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન 3થી 4 એજન્ટ્સના નામોનો ખુલાસો થયો છે. ખોટા દસ્તાવેજને આધારે પાસપોર્ટ કઢાવી આપતા હોવાનું પણ ખુલ્યું છે. એજન્ટ્સની તપાસ માટે ગુજરાત પોલીસની ટીમ અન્ય રાજ્યોમાં મોકલાઇ છે.
આ પણ વાંચો, Uwin Empower Expo Season 2 : વુમન એમ્પાવરમેન્ટ એક્ઝિબિશનની ભવ્ય સફળતા