Site icon Time News

આઈક્રીએટ(i-create) ખાતે ‘હિરો ફોર સ્ટાર્ટઅપ્સ’ રોડ શો યોજાશે

આઈ-ક્રીએટ (i-create – ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટ્રપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી), ઉદ્યોગ કમિશનરેટ, ગુજરાત સરકાર અને વિશ્વની નંબર 1 ટુ-વ્હીલર ઉત્પાદક કંપની હિરો મોટોકોર્પના સંયુક્ત ઉપક્રમે આઈક્રીએટ(i-create), અમદાવાદ ખાતે 28મી જાન્યુઆરીના રોજ ‘હિરો ફોર સ્ટાર્ટઅપ્સ’ રોડ શો યોજાશે.

સ્ટાર્ટ અપ્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને પોલિસી મેકર્સને પ્લેટફોર્મ પૂરું પાડીને મોબિલીટી ક્ષેત્રે પરિવર્તનકારી ઉકેલો પૂરું પાડવાના ઉદ્દેશ સાથે આઈ-ક્રીએટ (i-create) કેમ્પસ, દેવધોલેરા ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સશક્ત બનાવવા માટે હીરો મોટોકોર્પ દ્વારા ‘હીરો ફોર સ્ટાર્ટઅપ્સ’ (HFS- એચએફએસ) પહેલ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ સ્ટાર્ટઅપ્સને મોબિલિટી ક્ષેત્રના મહત્વપૂર્ણ પડકારો ઉકેલવા માટે સહકાર આપવા સાથે જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડે છે.

HFS કાર્યક્રમ સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન, નાણાકીય સહાય અને આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવીને તેમના પ્રોજેક્ટ્સને વિકસાવવામાં મદદ કરે છે. જેથી આવા સ્ટાર્ટઅપ્સ ટેકનોલોજીકલ ઇનોવેશન અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ પૂરા પાડીને ભારતને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવામાં મહત્વનું યોગદાન આપી શકે છે.

હીરો ફોર સ્ટાર્ટઅપ્સ(HFS- એચએફએસ) પ્રોગ્રામના મુખ્ય ફાયદાઓ

આ રોડ શોમાં ગુજરાત સરકારના અધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન પ્રવચન તથા ‘હિરો ફોર સ્ટાર્ટઅપ્સ’ કાર્યક્રમ સંબંધિત હિરો મોટોકોર્પનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. જે સ્ટાર્ટ અપ્સને મોબિલિટી ક્ષેત્રે ઇનોવેશન, સહકારની તકો અને વિવિધ પ્રકારના લાભો અંગે જરૂરી તમામ માહિતી પૂરી પાડશે.

આ નવીન પહેલ ગુજરાતની ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોર(ઉદ્યોગસાહસિકતા) ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવશે.

આઈક્રીએટ(i-create), હિરો મોટોકોર્પ અને ઉદ્યોગ કમિશનરેટના સંયુક્ત ઉપક્રમે યોજાનાર ‘હિરો ફોર સ્ટાર્ટઅપ્સ’ રોડ શો મોબિલિટી અને તેને સંલગ્ન ક્ષેત્રોમાં તમામ સંસ્થાઓના સહકાર દ્વારા ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને મજબૂત બનાવવામાં નોંધપાત્ર સાબિત થશે.

Exit mobile version