ગુજરાતના વધુ એક શહેરમાં હેલમેટ ફરજિયાત! બાઇક પર પતિ-પત્ની સાથે બાળકે પણ પહેરવું પડશે

આજથી રાજકોટ શહેરમાં ટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. શહેરના તમામ મુખ્ય ચોકો અને માર્ગો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 400 પોલીસ જવાનો તૈનાત છે. ટ્રાફિકના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) હરપાલસિંહ જાડેજાએ આ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે હેલમેટનો કાયદો વર્ષ 1988થી અમલમાં છે, તેમ છતાં ઘણા લોકો તેનું પાલન કરતા નથી.

રાજકોટ શહેર પોલીસે અત્યાર સુધીમાં 3000 જેટલા હેલમેટનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે. ડીસીપી જાડેજાએ જણાવ્યું કે જો વધુ સ્પોન્સર મળશે તો હજુ પણ હેલમેટનું વિતરણ ચાલુ રાખવામાં આવશે. આ પહેલનો હેતુ લોકોને હેલમેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનો છે.

ડીસીપી જાડેજાએ અકસ્માતોમાં હેલમેટના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે અકસ્માતના મોટાભાગના કેસમાં માથામાં ગંભીર ઈજા થવાને કારણે મૃત્યુ થાય છે અને હેલમેટ આવી ઇજાઓથી બચાવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે બાઈક પર પતિ-પત્ની અને બાળક હોય તો બાળકને પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે. આ નિયમ લોકોના જીવનની સુરક્ષા માટે જ છે.

આ પણ વાંચો, અમદાવાદ જિલ્લામા ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ! વાહનચાલકો માટે રસ્તો બંધ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *