Heavy rain forecast: રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય બનાસકાંઠા, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં આજે મોટાભાગના સ્થળઓએ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઈ અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઈ છે.

આ પણ વાંચો, અમેરિકી એટેક બાદ પરમાણુ સાઈટ પરથી લીક થયું રેડિએશન? ઈરાનના જવાબથી દુનિયા ચોંકી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *