ગુજરાતમાં ગરમીનો કહેર શરૂ: માર્ચની શરૂઆતમાં જ ડીસા 36 ડિગ્રીએ શેકાયું, અમદાવાદમાં પણ તાપમાનનો પારો ઉછળ્યો

 ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે જ હવે ઉનાળાએ દસ્તક આપી દીધી છે. માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે જ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. હોળીના તહેવાર વચ્ચે જ રાજ્યવાસીઓને કાળઝાળ ગરમી વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, રાજ્યમાં ગરમીનું જોર હજી પણ વધવાની પૂરેપૂરી શક્યતા છે.

રાજ્યમાં સૌથી વધુ ગરમી બનાસકાંઠાના ડીસા શહેરમાં નોંધાઈ છે. ડીસામાં તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર કરી ગયો છે, જે સામાન્ય તાપમાન કરતા 3.5 ડિગ્રી વધુ છે. ડીસાવાસીઓ બપોરના સમયે આકરી ગરમીમાં શેકાયા હતા. બીજી તરફ, અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. ખાસ કરીને 4થી 6 માર્ચ દરમિયાન રાજ્યમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકોને ‘ડિસ્કમ્ફર્ટ’ એટલે કે અકળામણ અને બફારાનો અનુભવ થઈ શકે છે.

નિષ્ણાતોની સલાહ
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, માર્ચના પ્રથમ સપ્તાહમાં જ તાપમાનમાં થઈ રહેલો આ વધારો આગામી આકરા ઉનાળાના સંકેત આપી રહ્યો છે. લોકોએ બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:http://‘એ મને મારી નાખે એ પહેલાં જ મેં કરી નાખ્યો ખાતમો’, ખામેનેઈના મોત પર બોલ્યાં ટ્રમ્પ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *