Chotila: ‘બાળકને હાથમાં ઇજા થતા ડૉક્ટરે ઓપરેશન કરી નાખ્યું, 15 મિનિટમાં જ થયું મોત’, વાંકાનેરની હૉસ્પિટલની ગંભીર બેદરકારી

રાજ્યના વાંકાનેરમાં ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત થયું હોવાના પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે. મળતી માહિતી અનુસાર ચોટીલાના દેવસર ગામે શાળાથી બાળક ઘરે પરત ફરી રહ્યો હતો, તે સમયે તે પડી જતા તેના હાથમાં ઈજા પહોંચી હતી. ઈજા પહોંચતા પરિવાર તેને વાંકાનેરની હરીઓમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.
બાળકને વાંકાનેરની હરીઓમ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હોસ્પિટલ સંચાલકોએ ઓપરેશન માટે પરિવારને જણાવ્યું હતું, પરિવાર ઓપરેશન માટે માની ગયો હતો. જો કે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા બાદ 15 જ મિનિટમાં બાળકનું મોત નિપજ્યું હતું. અચાનક બાળકનું મોત નિપજતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારે ગંભીર આરોપ લગાવ્યો હતો કે બાળક હોસ્પિટલમાં ચાલીને ગયો હતો પરંતુ અમને મૃતદેહ મળ્યો હતો.
પરિવારે હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. ભારે હોબાળો મચકા પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે બાળકનું કયા કારણોસર મોત નિપજ્યું છે તે માટે રાજકોટ સિવાલમાં ફોરેન્સિક PM માટે તેનો મૃતદેહ લાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો, Gandhinagar:રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી