ગુજરાતવાસીઓ ગરમી સહન કરવા તૈયાર થઇ જાઓ! પારો 39 ડિગ્રીએ પહોંચશે

ગુજરાત આગામી દિવસોએ ગરમીમાં વધારો થઈ શકે છે. વાસ્તવમાં રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રભાવ વધુ અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવએ આગાહી કરતા જણાવ્યું છે કે, બે દિવસ બાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. આ વધારાને કારણે લોકોને ઉનાળાની અસર વધુ અનુભવાશે.
હાલમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ભુજમાં સૌથી વધુ 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો આગાહી મુજબ વધારો થાય, તો કેટલાક શહેરોમાં તાપમાન 37 થી 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને બપોરના સમયે તડકો વધુ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પવનની દિશામાં ફેરફાર થવાને કારણે ગરમીનો અનુભવ વધશે. ઠંડક લાવતી પવનની ગતિ ઘટતા અને દિશા બદલાતા દિવસ દરમિયાન તાપમાન વધુ લાગશે. ગરમી વધતા નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે. બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળવું, પૂરતું પાણી પીવું અને હળવા કપડાં પહેરવા જેવી સલાહ આપવામાં આવી રહી છે.
https://www.instagram.com/timenewsguj