નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ

નવા વર્ષની શરૂઆત પહેલા જ ગુજરાતના મુસાફરોને થોડો આંચકો લાગ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એસ.ટી. બસના ભાડામાં વધારો (Fare Hike) કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમે મુસાફરી ભાડામાં 3% નો વધારો જાહેર કર્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ટૂંકા અંતરની મુસાફરી કરતા ગ્રામીણ નાગરિકો પર આ વધારાની કોઈ મોટી અસર નહીં થાય. આ નવા દરો આજ રાતથી જ લાગુ કરી દેવામાં આવશે.

નિગમના સત્તાવાર આદેશ મુજબ, આ નવો ભાવ વધારો આજે તારીખ 31/12/2025 ની મધ્યરાત્રિથી, એટલે કે નવા વર્ષ 01/01/2026 ની શરૂઆત થતા જ અમલમાં આવશે. નિગમના જણાવ્યા અનુસાર, પરિવહન સેવાઓ (Transport Services) ને વધુ આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે આ નિર્ણય લેવો અનિવાર્ય હતો. રાજ્યમાં દરરોજ એસ.ટી. બસનો લાભ લેતા અંદાજે 27 લાખ મુસાફરોને આ નવું ભાડું અસર કરશે.

નિગમે આ ભાવ વધારામાં સામાન્ય મુસાફરો અને વિદ્યાર્થીઓનું ખાસ ધ્યાન રાખ્યું છે. આંકડા મુજબ લોકલ બસોમાં મુસાફરી કરતા 85% લોકો 48 કિલોમીટરની મર્યાદામાં જ મુસાફરી કરે છે.

0 થી 9 કિ.મી.: જે મુસાફરો 9 કિલોમીટર સુધીની ટૂંકી મુસાફરી કરે છે, તેમના ટિકિટ દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

10 થી 60 કિ.મી.: જે મુસાફરો 10 કિ.મી. થી લઈને 60 કિ.મી. સુધીની મુસાફરી કરે છે, તેમના ભાડામાં માત્ર 1 રૂપિયાનો નજીવો વધારો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *