ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાને કવિ નર્મદ ગુજરાતી સાહિત્યકાર પુરસ્કાર 2024-2025 એનાયત કરાશે

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવતો પ્રતિષ્ઠિત કવિ નર્મદ ગુજરાતી સાહિત્યકાર પુરસ્કાર 2024-2025ની લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગુજરાતના પ્રસિદ્ધ કવિ, વિદ્ઘાન અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાને એનાયત કરવાનો નિર્ણય કર્યો છે. જેમને પુરસ્કાર રાશિ 1,00,000 આપવામાં આવશે.

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરવાને લઈને કવિ ભાગ્યેશ જ્હાને લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં એક સમયે તેઓ સૌથી વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યા છે. ભાગ્યેશ જહાએ ગુજરાતી સાહિત્યની સેવા એક ઉત્તમ કવિ અને નિબંધકાર તરીકે કરી છે. તેમની સંસ્કૃત ભાષા અંગેની સમજ અને જ્ઞાન પણ સરાહનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *