6થી વધુ લોકોના મોતથી ગુજરાતમાં અરેરાટી, સાધુઓ બન્યા કાળનો ભોગ

ગુજરાતમાં 2 અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં 6 થી વધુ લોકોના મોત થયા છે. વાસ્તવમાં સાબરકાંઠા જિલ્લાથી લઈને સૌરાષ્ટ્ર સુધી અલગ-અલગ માર્ગ અકસ્માતોની દુઃખદ ઘટનાઓ સામે આવી છે. હિંમતનગર નજીક જવાનગઢ પાટીયા પાસે થયેલા ભયાનક અકસ્માતમાં છ લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે છ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાથમિક વિગતો મુજબ હિંમતનગર નજીક જવાનગઢ પાટીયા પાસે એક મીની ખાનગી બસે આગળ જઈ રહેલી કારને પાછળથી જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અથડામણ એટલી ગંભીર હતી કે, ઘટનાસ્થળે જ 6થી વધુ લોકોના જીવ ગયા. આ તરફ 6 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ગાંભોઈ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

આ તરફ સૌરાષ્ટ્રમાં પણ એક દુઃખદ ઘટના સામે આવી છે. જામનગર–રાજકોટ હાઈવે પર ધ્રોલ માર્કેટિંગ યાર્ડ નજીક ટ્રક ચાલકે બાઈક પર સવાર બે સાધુઓને અડફેટે લેતા બંનેના મોત થયા છે. મૃતકોમાં ઉપલેટાના હરિયાસણ ગામના મંદિરના પૂજારી બીજેન્દ્ર મુનિ અને ચંદન મુનિનો સમાવેશ થાય છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: PM મોદીએ યુપીના સૌથી લાંબા એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું:જે હરિદ્વાર સાથે પણ જોડાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *