Site icon Time News

Gujarat News: 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” અભિયાન યોજાશે

મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાળ સંભાળતાની સાથે જ વર્ષ ૨૦૧૪થી રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન”નો પ્રારંભ કરાવ્યો હતો. આગામી તા. ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના રોજ આ અભિયાનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં “સ્વચ્છોત્સવ”ની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે એક ડગલું આગળ વધારીને “નિર્મળ ગુજરાત ૨.૦” અને આગામી “સ્વચ્છતા સર્વેક્ષણ”ને ધ્યાનમાં રાખીને “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત યોજાનાર સ્વચ્છોત્સવ અભિયાનની અવધી લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે આ અભિયાન તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૩૧ ઓક્ટોબર સુધી યોજાશે. એટલે કે, ગુજરાતમાં માત્ર એક જ પખવાડિયું નહિ, પરંતુ ત્રણ પખવાડિયા સુધી રાજ્યના મહાનગરો, નગરો, ગામડાઓ અને સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળો ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર આ અભિયાન અંતર્ગત ગુજરાતના મહાનગરપાલિકા અને નગરપાલિકાના ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ, ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ, બ્લેક સ્પોટ, બજારો, માર્ગો, વાણિજ્ય વિસ્તારો અને રહેણાંક વિસ્તારોની સાફ-સફાઈ માટે જનભાગીદારી અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવશે. સાથે જ, રાજ્યના તમામ શહેરોમાં સ્વચ્છતા લક્ષિત એકમો (CTU) અને બ્લેક સ્પોટને ઓળખવામાં આવશે અને આ અભિયાન દરમિયાન તમામ CTUની સફાઈ કરીને તેનું પરિવર્તન કરવામાં આવશે.

આ ઉપરાંત અઠવાડિક થીમના આધારે પણ વિશેષ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં…

આમ, સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આયોજિત સ્વચ્છોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યના શહેરી વિસ્તારોની જનભાગીદારીથી સાફ-સફાઈ કરવામાં આવશે અને મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપીને ખરા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. સ્વચ્છોત્સવને જનઆંદોલન બનાવવા માટે નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા તેમજ સ્વચ્છતા કર્મીઓના અમૂલ્ય કામને બિરદાવવા માટે પણ આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો-પ્રવૃત્તિઓનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો, Gandhinagar: ગુજરાતે પંજાબના પૂર પીડિતો માટે કપડા-દવા અને કરિયાણું ભરેલી ટ્રેન મોકલી, 5 કરોડનો ચેક પણ મોકલ્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version