‘ગુજરાતની જેમ સિંહોની ભૂમિ છે ‘, ઇથોપિયાની સંસદમાં ‘વંદેમાતરમ’નો કર્યો ઉલ્લેખઃ PM MODI

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિદેશ પ્રવાસમાં ઇથોપિયાની મુલાકાતે છે. મંગળવારે ઇથોપિયાના પ્રધાનમંત્રી અબીય અહેમદ અલીએ તેમને દેશના સર્વોચ્ચ સન્માન, “ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા” થી સન્માનિત કર્યા. બુધવારે પીએમ મોદીએ ઇથોપિયાની સંસદને સંબોધિત કરતા કહ્યું કે, આ મારા માટે ગર્વની વાત છે. આ ફક્ત મારું સન્માન નથી,દેશનું સન્માન છે.” પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, લોકશાહીના આ મંદિરમાં આવવું મારા માટે સન્માનની વાત છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અદીસ અબાબામાં ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. સત્રને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, આજે તમારી સમક્ષ ઉભો રહેવું મારા માટે ખૂબ જ સન્માન અને સૌભાગ્યની વાત છે. હું સિંહોની ભૂમિ તરીકે ઓળખાતા ઇથોપિયામાં આવીને ખૂબ જ ખુશ છું. હું અહીં મારા ઘરના જેવો માહોલ અનુભવી રહ્યો છું. કારણ કે ભારતમાં મારું ગૃહ રાજ્ય ગુજરાત સિંહોની ભૂમિ તરીકે પણ ઓળખાય છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતનું રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ અને ઇથોપિયાનું રાષ્ટ્રગીત બંને પોતાની ધરતીને માતાના રૂપ તરીકે સંબોધે છે. તે આપણને આપણા વારસા, સંસ્કૃતિ અને સુંદરતા પર ગર્વ કરવાનું શીખવે છે અને આપણી માતૃભૂમિનું રક્ષણ કરવા પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ ઇથોપિયાની સંસદ, અહીંના લોકો અને દેશની લોકશાહી યાત્રા પ્રત્યે અત્યંત આદર લઈને આવ્યા છે. અને ભારતના 1.4 અબજ લોકોની તરફથી મિત્રતા, સદ્ભાવ અને ભાઈચારોનો સંદેશ આપે છે.

“હું ભારતના લોકો વતી આ સન્માન સ્વીકારું છું.”

તેમણે કહ્યું કે આ ઇમારતમાં કાયદા બનાવવામાં આવે છે, જ્યાં લોકોની ઇચ્છા રાજ્યની ઇચ્છા બને છે, અને જ્યારે રાજ્યની ઇચ્છા લોકોની ઇચ્છા સાથે મેળ ખાય ત્યારે જ વિકાસની ગાડી આગળ વધે છે. પીએમ મોદીએ કહ્યું કે આ પ્લેટફોર્મ દ્વારા તેઓ ખેતરોમાં કામ કરતા ખેડૂતો, નવા વિચારો કરી રહેલા ઉદ્યોગસાહસિકો, મહિલાઓ અને ઈથોપિયાના તે યુવા વર્ગ સાથે પણ સંવાદ કરી રહ્યા છે. જે દેશનું ભવિષ્ય છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *