LPG અને PNG ના સ્ટોક બાબતે ગુજરાત સરકારનો મોટો ખુલાસો, કેરોસીન વિતરણ અંગે પણ કરી સ્પષ્ટતા

ઈરાન યુદ્ધને કારણે સમગ્ર દેશમાં LPG ની અછત ઉભી થઈ છે. ગેસ સાથે જોડાયેલા વ્યવસાયમાં મોટું સંકટ આવી ચઢ્યું છે. ત્યારે આ વચ્ચે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે LPG અને PNG ના સ્ટોક બાબતે મોટો ખુલાસો કર્યો છે. સાથે જ જણાવ્યું કે, LPG અંગે કોઈ પણ પ્રકારના માર્ગદર્શનની જરૂર પડે તો, ગુજરાત સરકારની હેલ્પલાઇનનો સંપર્ક કરવો. 

ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારત માટે સારા સમાચાર આવી ગયા છે. યુદ્ધ વચ્ચે lpg ગેસના જથ્થા સાથે એક જહાજ આજે કચ્છ મુન્દ્રા પહોંચશે. આજે કચ્છના મુંદ્રા પોર્ટ અને કાલે કંડલા પોર્ટ પર મળી બે મહત્વના ભારતીય જહાજો LPG ગેસનો જથ્થો લઈને આવી રહ્યા છે. બંને જહાજમાં 92700 ટન lpg ગેસ જથ્થો ભારત પહોંચશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ (Strait of Hormuz) માં સર્જાયેલી અડચણો વચ્ચે ભારત માટે આ રાહતના સમાચાર છે. આજે બપોરે શિવાલિક નામનું જહાજ મુંદ્રા પોર્ટ (Mundra Port) પહોંચશે. આ ભારતીય ધ્વજ ધરાવતું LPG કેરિયર છે જે હોર્મુઝને સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યું છે અને આજે મુંદ્રા બંદરે પહોંચશે. મુન્દ્રા પોર્ટ પર જહાજ ઉભું રાખી જહાજ માંથી પાઇપ લાઈન મારફતે lpg ગેસ પોર્ટ પર રહેલ ટેન્કમાં ટ્રાન્સફર કરાશે. બાદમાં વ્યવસ્થા પ્રમાણે ગેસ ડિસ્ટ્રીબ્યુટી કરવામા આવશે. 

તો આવતીકાલે બીજું નંદા દેવી જહાજ કંડલા પોર્ટના બદલે વાડીનાર પોર્ટ પર આવશે. નંદા દેવી જહાજમાંથી lpg ગેસ Mtbw બ્રિઝ અને mt જગ પ્રતાપ મીની જહાજમાં ટ્રાન્સફર થશે. બાદમાં lpg ગેસ તમિલનાડુ પોર્ટ પર જશે. નંદા દેવી જહાજ કાલે સવારે પહોંચવાની વાત છે. એક જહાજમાં 45 હજાર ટન lpg ગેસ મળી બને જહાજમાં 92700 ટન ગેસ ભારત પહોંચશે. 

મોના ખંધારે LPGના પુરવઠા અંગેના પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં નાગરિકો માટે  ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને બફર સ્ટોકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. 

સરકારના જણાવ્યા અનુસાર, હાલ LPGના ઘરેલુ તથા કોમર્શિયલ વપરાશકર્તાઓને PNGમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જે વપરાશકર્તાઓ LPG સાથે PNG કનેક્શન ધરાવતા હોય તેમણે બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવાના રહેશે. 

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં LPGના પુરવઠાની સાથોસાથ વધારાના વિકલ્પ તરીકે કેરોસીનના વિતરણ અંગેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી રહી છે. મોના ખંધારના જણાવ્યા અનાસાર, “LPG ઉપરાંત આ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 1452 KL (14,52,000 લિટર) કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેમાંથી દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. તેમાં પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીન ફાળવવામાં આવશે. તેના માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.”

રાજ્યમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓમાં 100 ટકા જ્યારે ફાર્મા, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી, એરલાઇન/રેલવે કેન્ટીનમાં 70 ટકા તેમજ મત્સ્યોદ્યોગ જેવી આવશ્યક સેવાઓમાં 10 ટકા કેપ સાથે કોમર્શિયલ LPG પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. તે સિવાય અર્ધ આવશ્યક સેવાઓ જેમ કે રેસ્તરાં/ઢાબા, હોટેલ્સ, કોર્પોરેટ કેન્ટીન, ઔદ્યોગિક કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફુડ પ્રોસેસિંગમાં 10 કેપ સાથે પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પૂરતા પગલા લેવામાં આવ્યા છે, જેથી જરૂરિયાત અનુસાર તમામ ક્ષેત્રોને જરૂરી પુરવઠો મળી રહે.

https://www.instagram.com/timenewsguj/?hl=en

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ઇચ્છામૃત્યુ મામલે ઐતિહાસિક નિર્ણય: 13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાને SCની મંજૂરી, ચુકાદો આપતાં જસ્ટિસ પારડીવાલા ભાવુક થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *