ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે 10 હજાર કરોડ રૂપિયાનાં રાહત પેકેજની જાહેરાત

રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો છે. આખરે ઉકળતા ચરૂ જેવી સ્થિતિને જોઇને સરકાર દ્વારા પાક નુકસાની માટે 10 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી હતી.

કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિમંત્રી અને નાણામંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *