Gujaratના જાણીતા કેન્સર નિષ્ણાત અને પદ્મશ્રી ડૉ. પંકજ શાહનું 82 વર્ષની વયે અવસાન

જાણીતા કેન્સર ફિઝિશિયન ડૉ. પંકજ શાહનું આજે સવારે અવસાન થયું છે. તેમની અંતિમ વિદાય કર્મયોગ હાઇટ્સ, સેન્ટ ઝેવિયર્સ કોલેજ – HL કોમર્સ કોલેજ કોર્નર, નવરંગપુરાથી વી. એસ. સ્મશાનગૃહ, એલિસબ્રિજ તરફ, આજે 2 જુલાઈની સાંજે 06:30 વાગે નીકળશે.
ડૉ. પંકજ શાહ સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલી એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલના નિયામક પદેથી નિવૃત્ત થયા બાદ સદવિચાર પરિવાર મેડિકલ સેન્ટરની સ્થાપના થકી અનેક દર્દીઓને મદદરૂપ થયા હતા. તેઓ પદ્મશ્રી (2018) અને ડૉ. બી. સી. રોય એવોર્ડથી સન્માનિત હતા. તેઓ ગુજરાતના રાજ્યપાલના માનદ તબીબ રહ્યા હતા. તેઓએ લગભગ પચાસ વર્ષથી વધુ સમય તબીબી સેવા આપી હતી.