Gujarat Budget live updates: નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કર્યું બજેટ, પોષણલક્ષી યોજના માટે રૂ. 8200 કરોડની ફાળવણી

Gujarat Budget live updates: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે. નાણામંત્રી ચોથું બજેટ રજૂ કરશે. બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો પર ભાર મુકવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો હતો. તેમણે 37 મિનિટના ભાષણ દરમિયાન રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.

દોઢ મહિનો ચાલનારા વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો, આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો, ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પહેલા દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.

યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા

નવલખી અને મગદલ્લા બંદર માટે 250 કરોડ રૂપિયા, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. માછીમારો માટે માળખાકીય સુવિધા ઉભી કરાશે. તમામ જિલ્લાઓમાં પ્રવાસ વિકાસ સોસાયટીની સ્થાપના કરાશે. દાહોદમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે. પોરબંદર, ભાવનગર, સુરત એરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.નાના શહેરોને મોટા શહેરોનો હવાઈ માર્ગે જોડવા 45 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. પારસી સર્કિટ, ક્રૂઝ ટુરિઝમ, બીચ હોટલ્સ માટે 50 કરોડની જોગવાઈ રજૂ કરાઇ હતી.

-3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ
-મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડની ફાળવણી
-ITIને અપગ્રેડ કરવા માટે 450 કરોડની જોગવાઈ
-પોષણલક્ષી યોજના માટે રૂ. 8200 કરોડની ફાળવણી
-ઘરનું ઘર સ્વપન પૂર્ણ કરવા 3 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન
-નવા ઘર માટે અપાતી સહાય રૂપિયા 1.20 લાખની સામે 50 હજારનો વધારો કરી 1.70 લાખ કરવામાં આવી
-પઢાઈ ભી પોષણ ભી યોજના માટે 617 કરોડની જોગવાઈ
-72 તાલુકાઓમાં સેન્ટ્રલાઈઝ્ડ કીચન માટે રૂ. 551 કરોડની જોગવાઈ
-આઈટીઆઈ અપગ્રેડેશન માટે 450 કરોડની ફાળવવામાં આવશે
-અમદાવાદ એલ ડી એન્જીનીયરિંગ કોલેજ સહીત 6 સરકારી પોલિટેકનિક કોલેજમાં એઆઈ લેબ બનાવાશે
-આંગણવાડી યોજના માટે રૂ. 274 કરોડની ફાળવણી
-SC,ST અને OBC વર્ગના યુવાનોમાં સ્વરોજગારી વધારવાની તક માટે લોન પર વ્યાજ સહાય

કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22498 કરોડ રૂપિયા

-કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22498 કરોડ રૂપિયા
– સામાન્ય વહિવટ વિભાગ માટે 1999 કરોડ રૂપિયા
-મહેસુલ વિભાગ માટે 5427 કરોડ રૂપિયા
– ગૃહ વિભાગ માટે 12659 કરોડ રૂપિયા
-કાયદા વિભાગ માટે 2654 કરોડ રૂપિયા
-માહિતી અને પ્રસારણ વિભાગ માટે 362 કરોડ રૂપિયા
-ઉર્જા અન પેટ્રોકેમુકલ્સ વિભાગ માટે 6751 કરોડ રૂપિયા
-વન અને પર્યાવણ વિભાગ માટે 3140 કરોડ રૂપિયા

– કલાઈમેન્ટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયા

ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ

બંદરો અને વાહન વિભાગ માટે 4283 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ હતી. પ્રવાસન યાત્રાધામ માટે 2748 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ. વિદ્યા અને પ્રોધ્યોગીકી વિભાગ માટે 2535 કરોડ રૂપિયા, ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ.

શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા

બજેટમાં આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની, શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયા, નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ રૂપિયા, ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી. એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો એલર્ટ સિસ્ટમ ગોઠવાશે. 1450 ડિલક્સ અને 450 મીડી બસ એમ કુલ 1850 નવી બસ, 200 પ્રીમિયમ એસી બસો અને 10 કાર વાન મુકાશે.

શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ

શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ, આરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ, સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ, મહિલા અને બાળ  વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ, અન્ન-નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2,712 કરોડની જોગવાઈ, રમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ માટે 1,093 કરોડની જોગવાઈ, માર્ગ-મકાન વિભાગ માટે 24,705 કરોડ રૂપિયાની જોગવાઈ,  આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની જોગવાઈ, શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયાની જોગવાઈ, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.

બજેટમા “સેન્ટ્રલાઇઝડ કીચન” યોજનાની જાહેરાત

ભૂપેન્દ્ર પટેલ સરકારનું આજે બજેટ 2025-26 રજૂ થયુ છે. નાણામંત્રી કનુ દેસાઇ આ બજેટમાં કેટલીક મહત્વની જાહેરાતો કરી છે, જેમાં પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને ભોજન સારી ગુણવત્તાનું અને સમયસર મળી રહે તે માટે “સેન્ટ્રલાઇઝડ કીચન” યોજનાની જાહેરાત કરી છે, આ માટે નાણામંત્રીએ ૫૫૧ કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. નાણામંત્રી કનુ દેસાઇએ 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. આ નાણામંત્રીનું ચોથુ બજેટ અને પેપરલેસ બજેટ છે.

નાણામંત્રી કનુ દેસાઇએ વિકસિત ભારત 2047 ને ધ્યાનમાં રાખીને જ્ઞાન થીમ પર પોતાનું બજેટ રજૂ કર્યુ છે. પોતાના ચોથા અને પેપરલેસ બજેટમાં રાજ્યમાં પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરતી છે, વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા માટે રાજ્યમાં ૭૨ તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “સેન્ટ્રલાઇઝડ કીચન” વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, આ માટે ૫૫૧ કરોડની જોગવાઇ કરી છે. નાણામંત્રી કનુ દેસાઇએ 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં 10 નવી જાહેરાત કરી છે.

“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંગે ખાસ જોગવાઇ

રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ બજેટ રજૂ કરતાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંગે ખાસ જોગવાઇ કરી છે. બજેટ ભાષણમાં જણાવ્યું કે “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત રાજ્યના અંદાજે ૭૫ લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે. અને હવે આ કાર્યમાં વધારો કરવામાં આવશે. વધુમાં ગરીબ લોકોની અન્નસુરક્ષા માટે રાહતદરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે. આ બજેટમાં રાજ્ય સરકાર કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો પર ભાર મુકી રહી છે. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *