Site icon Time News

ગુજરાત બજેટ 2026:નાણામંત્રી કનુ દેસાઈએ બજેટમાં ખેડૂતો માટે કરી અનેક જાહેરાતો, જાણો અહીં 

 ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.  નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ કહ્યું કે, ખેતી અને ખેડૂત કલ્યાણને પ્રાથમિકતા આપતા બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર, હાર્વેસ્ટર સહિતના સાધનો માટે ₹1565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કુદરતી આફતો સમયે ખેડૂતોને રાહત મળે તે માટે કૃષિ રાહત પેકેજ હેઠળ ₹11,000 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ટેકાના ભાવે ખરીદી અંતર્ગત 9.50 લાખ ખેડૂતો પાસેથી અંદાજે ₹18,000 કરોડની કૃષિ ઉપજ ખરીદવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માર્કેટિંગ અને પ્રમાણપત્ર સહાય માટે ₹39 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત વિવિધ પાકોને ધ્યાનમાં રાખીને 6 નવા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ સ્થાપવાના પણ એલાન કરવામાં આવ્યા છે.

વર્ષ 2026-27નું બજેટ 

Exit mobile version