Site icon Time News

Gujarat Budget 2025: ગુજરાતનું 3 લાખ 70 હજાર કરોડનું બજેટ રજૂ, રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે બનશે

નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું 3 લાખ 70 હજાર કરોડનું બજેટ રજૂ કર્યું છે. તેમણે ભાષણમાં રાજકોષિય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારત વિઝનને સાકાર કરવા પર ફોકસ કરવા ભાર મૂક્યો છે.

બજેટની મોટી જોગવાઈઓ

📍3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ
📍 મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડની ફાળવણી
📍ITIને અપગ્રેડ કરવા માટે 450 કરોડની જોગવાઈ
📍પોષણલક્ષી યોજના માટે રૂ. 8200 કરોડની ફાળવણી
📍ઘરનું ઘર સ્વપન પૂર્ણ કરવા 3 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન
📍નવા ઘર માટે અપાતી સહાય રૂપિયા 1.20 લાખની સામે 50 હજારનો વધારો કરી 1.70 લાખ કરવામાં આવી
📍અમદાવાદ એલ ડી એન્જીનીયરિંગ કોલેજ સહીત 6 સરકારી પોલિટેકનિક કોલેજમાં એઆઈ લેબ બનાવાશે
📍આઈટીઆઈ અપગ્રેડેશન માટે 450 કરોડની ફાળવવામાં આવશે
📍આંગણવાડી યોજના માટે રૂ. 274 કરોડની ફાળવણી
📍પઢાઈ ભી પોષણ ભી યોજના માટે 617 કરોડની જોગવાઈ
📍SC,ST અને OBC વર્ગના યુવાનોમાં સ્વરોજગારી વધારવાની તક માટે લોન પર વ્યાજ સહાય
📍72 તાલુકાઓમાં સેન્ટ્રલાઈઝ્ડ કીચન માટે રૂ. 551 કરોડની જોગવાઈ

Exit mobile version