ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન

ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવાયેલીગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનાં પરિણામની તારીખો જાહેર થઇ ગઇ છે. ધો.12નું 4 મેના રોજ પરિણામ જાહેર થશે અને ધોરણ 10નું 6 મેના રોજ પરિણામ પરિણામ જાહેર થશે, જ્યારે ગુજકેટનું પરિણામ 4 મેના રોજ જાહેર થશે, ઉલ્લેખનિય છે કે, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી . પરિણામ વિદ્યાર્થીઓ gseb.org ની વેબસાઇટ પરથી ઘરે બેઠા જાણી શકે છે. ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની વેબસાઇટ gseb.org પર જઈને પોતાના સીટ નંબર એન્ટર કરીને પરિણામ જાણી શકે છે.
તેના માટે આ મુજબની પ્રક્રિયા કરવાની રહેશેઃ
સૌથી પહેલાં gseb.org પર જાવ
અહીં SSC Result 2026 પર ક્લિક કરો
અહીં તમારા સીટ નંબર દાખલ કરો
સબમિટ પર ક્લિક કરો
તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે
તમે પરિણામનો સ્ક્રીનશૉટ લઈ શકો અને ડાઉનલોડ પણ કરી શકો છો
આપ પરિણામ વ્હોટસએપ પરથી પણ જાણી શકો છો
આ ઉપરાંત એસએમએસ અને વૉટ્સઍપથી પણ પરિણામ જાણી શકાય છે.
જેમ કે એસએસસી (ધોરણ 10,12)નું પરિણામ જાણવું હોય તો SSC (Seat Number) લખીને 56263 પર એસએમએસ મોકલવાનો રહેશે. જ્યારે ધોરણ 12ના સાયન્સના વિદ્યાર્થીએ GJ12S (Seat Number) લખીને 58888111 પર મૅસેજ મોકલવાનો રહેશે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીએ GJ12G (Seat Number) લખીને 58888111 પર મૅસેજ મોકલવાનો રહેશે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષામાં 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધો.10ના 9.07 લાખ અને ધો.12 સાયન્સના 1.19 લાખ, ધો.12 સામાન્ય પ્રવાહના 5.01 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા આપી હતી. 2025માં ગુજરાત બોર્ડના 83 ટકાથી વધારે વિદ્યાર્થીઓ 10મા ધોરણની પરીક્ષામાં પાસ થયા હતા. જ્યારે ધોરણ 12 સાયન્સમાં પાસ થનારાની ટકાવારી 83.51 ટકા હતી. સામાન્ય પ્રવાહનું 93 ટકા કરતાં વધારે પરિણામ આવ્યું હતું.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://પેટ્રોલ 4 થી 5 રૂપિયા થઇ શકે છે મોંઘુ, ડિઝલની કિંમત પણ વધવાની શક્યતા